ગુજરાત

gujarat

ETV Bharat / state

રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે કે નહીં? તંત્ર અને મંદિર કમિટી સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય - વરદાયિની માતા મંદિર ટ્રસ્ટના મેનેજર

ગાંધીનગર પાસેના રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી પાંડવો કાળથી કાઢવામાં આવે છે. હજારો લોકો પલ્લીનાં દર્શનાર્થે આવતા હોય છે અને લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં એક પ્રકારે ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીની પરંપરા ચાલુ રાખવી કે, બંધ તેનો નિર્ણય તંત્રના અધિકારીઓ અને મંદિરના કમિટી મેમ્બરો સાથે બેઠક બાદ લેવામાં આવશે.

વિરદાયી માતાજીની પલ્લી
વિરદાયી માતાજીની પલ્લી

By

Published : Oct 1, 2020, 9:02 PM IST

ગાંધીનગર: રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પાંડવો કાળથી પલ્લી કાઢવામાં આવે છે. હજારો લોકો પલ્લીનાં દર્શનાર્થે આવતા હોય છે અને લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં એક પ્રકારે ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીની પરંપરા ચાલુ રાખવી કે, તોડવી તેનો નિર્ણય તંત્રના અધિકારીઓ અને મંદિરના કમિટી મેમ્બરો સાથે બેઠક બાદ યોજાયા બાદ આખરી નિર્ણય લેવાશે.

રૂપાલમાં માતાજીની પલ્લી નિકળશે કે નહીં
ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં પાંડવો દ્વારા પણ રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ આ પલ્લી આસ્થાનું કેન્દ્ર બની જતા તે સમયથી આસો સુદ નોમના દિવસે રેલી યોજવામાં આવે છે. જેમાં ભક્તો દ્વારા લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીના ગરબા યોજવાની પણ પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે સોસાયટીમાં પણ ગરબાની પરમિશન આપવામાં આવશે કે નહીં તે નિર્ણય હજુ લેવાયો નથી તેને લઈને રૂપાલની પલ્લી યોજવામાં આવશે કે, નહીં તે ભકતોમાં જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે.
રૂપાલમાં માતાજીની પલ્લી નિકળશે કે નહીં
વરદાયિની માતા મંદિર ટ્રસ્ટના મેનેજર અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી મંડળ દ્વારા પલ્લી કાઢવાની મંજૂરી માગવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓની માનતા હોય છે. તે લોકોની માનતા પૂરી થાય તેવી સૂચનોના આધારે મંજૂરી માગવામાં આવી છે. જ્યારે ઘીનો અભિષેક નહીં કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પ્રાંત અધિકારી અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજવામાં આવશે અને ત્યારબાદ આખરે નિર્ણય લેવાશે. બેઠકમાં સૂચનો કરવામાં આવશે અને જેમાં અનુકૂળ રહેશે તે પ્રમાણે મંજૂરી આપવી કે નહીં તેનો આખરી નિર્ણય કરાશે.

ABOUT THE AUTHOR

...view details