ગાંધીનગરઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક (Gujarat Biotechnology Research Center )નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજીરિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન (Genome sequencing machine)ખરીદવામાં આવ્યું છે. કોઈ પણ રાજ્ય સરકાર સંચાલિત(Gujarat genome sequencing) સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.
GBRCની સ્થાપના કરવામાં આવેલી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના સાયન્સ ટેક્નોલોજી પ્રધાન જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સચિવ વિજય નહેરાની ઉપસ્થિતીમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું. ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRCની સ્થાપના કરવામાં આવેલી છે.
GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે 9 ગણો વધારો
આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા 30 થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે. એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમિયાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે. મુખ્યપ્રધાને આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર 13.95 કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે 9 ગણો વધારો થયો છે.