ગાંધીનગરઃ રાજ્યમાં 25 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરી રહેલી ભાજપ સરકાર જાડી ચામડીની થઈ ગઈ હોય તેવો સીનારીઓ ઉભો કરવામાં આવી રહ્યો છે. સરકારી નોકરીઓમાં ખાનગીકરણની પ્રવેશ આપી રહ્યા છે અને કર્મચારીઓ મામૂલી પગારમાં આખી જિંદગી પૂરી કરી નાખે છે. પરંતુ તેમની રજૂઆતો સામે ધ્યાન આપવામાં આવતું નથી. તેની સામે સરકાર પાછળ વાપરી નાખે છે, પરંતુ જ્યારે કરાર આધારીત કર્મચારીઓનો લઘુતમ વેતન આપવાની વાત આવે તો સરકાર ઉપર બોજ પડતો હોય છે તેવી બયાનબાજી કરવામાં આવે છે.
જુઓ, કોણે કહ્યું ટ્રમ્પની અભેદ સુરક્ષા તોડી રજૂઆત કરવા જઈશું - Gandhinagar samachar
સર્વ શિક્ષા અભિયાન હેઠળ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા અનેક વખત પગાર વધારા અને કાયમી નોકરી માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા તેમની એક વાત માનવામાં આવતી નથી. ચૂંટણી સમયે ખોટા વાયદાઓ આપી કર્મચારીઓની મનાવી લેતાં હોય છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અમિત કવિએ કહ્યું કે, સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે અમેં કોઇપણ ભોગે મોટેરા સ્ટેડિયમમાં પહોંચીશું.
સર્વ શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અમિત કરીએ કહ્યું કે, આવતીકાલ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમમાં તેમનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે અત્યાર સુધી અમે અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે, પરંતુ અમારી વાત સરકારના કોઇ અધિકારી કે પદાધિકારીઓ સાંભળી નથી. ત્યારે સ્ટેડિયમની જમીની અંદર અમારા કર્મચારીઓ અંદર પ્રવેશીને અમારી રજૂઆત કરશે.
અગાઉથી જ રોડ શોમાં અને સ્ટેડિયમમાં જવા માટે સામાન્ય નાગરિકની જેમ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. ત્યારે અભેદ કિલ્લેબંધી પણ અમારા કર્મચારીઓને ઓળખી નહી શકે. પોલીસને જેલમાં નાખી દેવા હોય તો નાખી દે પરંતુ, અમે અમારી વાત નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડીને જ રહીશું.