• આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.
• રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે 31 માર્ચ-2020 સુધીમાં યોજાનારી બધી ભરતી પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જે પરિક્ષાઓ 14 એપ્રિલ 2020પછી લેવાશે.
• ગુજકેટની પરિક્ષા 30 માર્ચે લેવાનારી હતી જે મોકૂફ રાખવામાં આવી છે. તે 14 એપ્રિલ 2020 પછી લેવામાં આવશે.
• મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સેવાઓ બંધ રાખવામાં આવી છે.
• અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ચેકપોસ્ટ પર સ્ક્રિનીંગ કરવામાં આવશે.
CM વિજય રૂપાણી અને આરોગ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.