- મેટ્રો રેલ પ્રોજેક્ટને આગળ વધારવા માટે 510 કરોડની જાહેરાત
- ગુજરાતના ખેડૂતોને આગામી સમયમાં વધુ સારી ભેટ મળશે
- રાજ્યના દરેક ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળ્યો છે,
- ખેડૂતોને વીના વ્યાજે સહાય મળી રહે છે.
- રોજગાર સહિત બજેટ પાંચ મુદ્દા આધારિત છે.
- લોકસભાની ચૂંટણી પહેલા લેખાનુદાન વખતે પગાર વધારો કર્યો છે.
- આંગણવાડી બહેનોને મળતા મહેનતાણામાં વધારો કર્યો હતો.
- ખેડૂત સમ્માન યોજના અન્વયે ખેડૂતોને 1131 કરોડ મળ્યા
અગાઉ કરતા આ વખતના બજેટમાં શું નવું છે, જાણો સમગ્ર અહેવાલ - Vijay Rupani
ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં વિધાનસભાના સત્રની શરૂઆત થઈ છે, ત્યારે આજે નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું. આ પહેલા લોકસભા ચૂંટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ હવે ગુજરાત રાજ્યનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નીતિન પટેલે વિધાનસભામાં પહોચી પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ વખતના બજેટમાં નવું શું છે?
![અગાઉ કરતા આ વખતના બજેટમાં શું નવું છે, જાણો સમગ્ર અહેવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3724962-thumbnail-3x2-pp.jpg)
ફાઇલ ફોટો
ગુજરાત બજેટ 2019-20નલ સે જલ યોજનામાં 4500 કરોડ
- ગ્રીન & ક્લીન એનર્જી યોજના માટે 1000 કરોડ
- પર્યાવરણના જતન સાથે વિકાસ અર્થે 500 કરોડ
- અખાત્રીજના દિવસે તમામ ખેડૂતો જે વીજ માટે અરજી કરી છે તે તમામને વીજ કનેક્શન આપશે, 1.25 હજાર અરજી સ્વીકારશે.
- 3 વર્ષમાં 60 હજારની ભરતી, 15 લાખ યુવાનોને રોજગાર મળે તેવું કરવાનું આયોજન છે.બહેનો માટે 700 કરોડની ધિરાણ યોજના અંતર્ગત સ્વરોજગારી તકો ઉભી કરવામાં આવશે.
- ગ્રામ્યકક્ષાએ 2771 નવી જગ્યા ભરવામાં આવશે, ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવા 1073 કરોડ ફાળવાયા
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ ફાળવાયા
- કામધેનુ યુનિવર્સિટી હેઠળ હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજની સ્થાપના
- પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી
- નલ સે જલ યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનું પાણી તમામ વિસ્તારને પહોંચાવું, 20 હજાર કરોડ ખર્ચાશે, 4500 કરોડની જોગવાઇ
- દરિયાકાંઠામાં 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે. ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃ ઉપયોગ 300 એમ.એલ.ડીના પ્રોજેક્ટ સ્થપાશે
- માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે, 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ
- પાણી પુરવઠા માટે 20 હજાર કરોડ ફાળવાયા
- રાજકોટ ઐઈમ્સ માટે 10 કરોડ ની પ્રાથમિક જોગવાઈ
- ગ્રીન અને ક્લીન એનર્જિ પર વિશેષ ભાર
- રોજગારી વધારવા માટે રાજ્ય સરકાર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે
- સોલર પેનલ લગાવનારને 40 ટકા સબસીડીનો લાભ
- વહાલી દીકરી યોજનામાં 2 લાખની આવક ધરાવતા સહાય,
- દીકરી પ્રથમ ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય, નવમા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય, 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખ ની સહાય આપશેકુલ 133 કરોડ
- આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે.
- નવા70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે. 700 કરોડ ધિરાણ અપાશે
- મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ
- છેલ્લા સોળ વર્ષમાં એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી
- રોજગારી ભરતી મેળા અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 1 લાખ 18 હજાર યુવાન યુવતીને રોજગારી આપી
- આગામી ત્રણ વર્ષમાં 60 હજારની ભરતી કરવામાં આવશે
- વલસાડ, ધરમપુર, કપરાડા, નવસારી, વાંસદા તાલુકામાં 100 ટકા સેન્દ્રીય ખેતી માટે 15 કરોડ ફાળાવાયા
- ગુણવત્તાયુક્ત શાકભાજીના ધરૂ તૈયાર કરવા માટે પંચમહાલ-નર્મદા-અરવલ્લી જિલ્લામાં સેન્ટર ઓફ એક્સલેન્સ સ્થપાશે
- ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયતી ડિવિઝન સ્થપાશે
- 12 દૂધાળા પશુઓનું એક એવા 4000 ડેરી ફાર્મ સ્થપાશે
- માછીમારોને ફિશિંગ બોટ અને ડીઝલ પર વેટ સહાય માટે 150 કરોડ
- કેરોસીન સહાય માટે 18 કરોડ, હોડીઓનું આધુનિકરણ અને gprs સિસ્ટમ માટે 60 કરોડ