સોશિયલ મીડિયા થકી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યુવાનોની સમસ્યાની વાત કરી છે. રાજ્યમાં જે રીતે સરકારી પરીક્ષાની પરિસ્થિતિ છે. તેમજ રોજગારી મુદ્દે કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે તે મુદ્દે વાત કરી છે. CM રૂપાણીએ નવા વર્ષ 2020ની શરૂઆતમાં જ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા હતા.
વર્ષ 2020માં CM રૂપાણીએ રાજ્યની જનતાને શું આપ્યો સંદેશ? - મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના ફેસબુક પેજ પરથી રાજ્યની જાહેર જનતાને શુભેચ્છા સંદેશ પાઠવ્યો
ગાંધીનગર: વર્ષ 2019 પૂર્ણ થયું અને 2020નો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ફેસબુક પેજ પરથી રાજ્યની જાહેર જનતાને વર્ષ 2020 સારું રહે તે માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. આ સંદેશમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેરોજગારી વિશેની વાત તેમજ સરકારી પરીક્ષામાં ગેરરીતિ થઇ રહી છે. તેની વાત સાથે જ ગુજરાત રાજ્યના વિકાસની વાત વર્ણવી છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, રાજકીય રોટલા શેકવા માટે કેટલાક લોકો યુવાન અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસની સરકારમાં સરકારી નોકરી પર પ્રતિબંધ હતો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા રદ કરેલ બિન સચિવાલય પરીક્ષા મુદ્દે સીએમએ ખુલાસો કર્યો હતો કે, હવે જાહેર પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેવી તૈયારી સાથે પરીક્ષા લેવામાં આવશે.
આ ઉપરાંત બેરોજગારી દ્વારા સતત વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવે છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રોજગારી પર જણાવ્યું હતું કે, રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ નંબરે છે. રોજગારીનો દર ઓછો છે. સાથે જ ગુજરાત સરકારે તમામ ક્ષેત્રમાં વિકાસના કામો પૂરા કર્યા છે. હજી પણ સતત વિકાસના કામોનું રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.