ગાંધીનગર: રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થયા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વ લોકોના હિતાય માટેનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં તમામ પક્ષોને તમામ સર્વજ્ઞાતિઓને આવરી લેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે પણ ખાસ યોજનાઓ બહાર પાડી છે. ઉપરાંત શ્રમિક મહિલાઓને તથા રૂપલ છૂટક લારી લઈને બેસતા નાના છૂટક વેપારીઓને જે છત્રી યોજના હેઠળ સરકારે છત્રી આપવાનું જોગવાઈ કરી છે. તેને પણ રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાનોએ આવકારી હતી.
ભાજપ પ્રમુખ અને પ્રધાનોએ બજેટ વિશે શું કહ્યું ? જુઓ આ ખાસ અહેવાલ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભાગૃહમાં પોતાનું આઠમી વખત રાજ્ય સરકારનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2020 અને 21 નાણાકીય બજેટ રજૂ કર્યા બાદ ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બજેટ પર પોતાનું રિએક્શન આપ્યું હતું. ત્યારે આ બજેટ ભાજપની દ્રષ્ટિએ અને ભાજપના પ્રધાનોની દ્રષ્ટિએ કઇ રીતનું રહ્યું.
જ્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2020માં વધુ રોજગારી પૂરી પાડવાની જાહેરાત કરી છે. આ સાથે જ જે સમીક મહિલાઓ પ્રેગ્નેંટ હોય ત્યારે બાળક આવ્યા પહેલાં 2 મહિના અને બાળક આવ્યા ભાગના બે મહિના સુધી તેઓને 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત રાજ્યના બિલ્ડરો પાસેથી જે પણ રાજ્ય સરકારમાં આવે છે. તે અત્યારે 2700 કરોડ જેટલું થયું છે. જે તમામ find શ્રમિકોના વિકાસના કાર્યો માટે ઉપયોગ કરવામાં આવશે.
જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બજેટ બાબતે જણાવ્યું હતું કે, 1995થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દર વર્ષે બજેટમાં અનેક ગણો વધારો કરવામાં આવે છે. 1995માં ફક્ત 10,000 કરોડનું બજેટ હતું, પરંતુ હવે જ્યારે આજનું બજેટ રજૂ થયું છે. તે 2 લાખ કરોડ કરતા પણ વધુ છે. આમ ગુજરાત વિકાસના પંથે આગળ વધે તેવું બજેટ રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું છે.