ગુજરાત

gujarat

ETV Bharat / state

Western Zonal Council meeting : વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં અમિત શાહે કહ્યું ; ડ્રગ્સ અંતર્ગત પોલીસની કામગીરીથી અસંતુષ્ટ છું - ડ્રગ્સ અંતર્ગત પોલીસની કામગીરી

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા દર વર્ષે ઝોન પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં સતત બીજા વર્ષે ગુજરાતમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન લીલા હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ સીંદે, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 3 રાજ્યના IAS અધિકારી અને કેન્દ્ર સરકારના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 3:25 PM IST

Updated : Aug 28, 2023, 3:49 PM IST

Western Zonal Council meeting

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળ યોજયેલ બેઠકમાં ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલો અને રાજ્ય-પુનઃરચના, તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ટેલિકોમ્યુનિકેશન્સ/ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ અને સામાન્ય પ્રાદેશિક હિતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ક્રાઈમ અને આરોગ્ય મુદ્દે ખાસ ચર્ચા :ઝોનલ કાઉન્સિલની દરેક બેઠકમાં રાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહિલાઓ અને બાળકો સામે જાતીય અપરાધ/બળાત્કારના કેસોની ઝડપી તપાસ, બળાત્કાર અને પોક્સો એક્ટના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેકની યોજનાનો અમલ ઉપરાંત 5 કિલોમીટરની અંદર બેંકો/ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધાનો વધારવાની સૂચનાઓ રાજ્ય સરકારને આપવામાં આવી છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પોષણ અભિયાન દ્વારા બાળકોમાં કુપોષણનું નિવારણ, ડ્રોપ આઉટ રેશિયો, PMJAY યોજનામાં લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે તે હેતુ થી તમામ સરકારને સૂચનાઓ આપી હતી.

ડ્રગ્સ અંતર્ગત પોલીસની કામગીરીથી અસંતુષ્ટ અમિત શાહ : વેસ્ટર્ન ઝોનલની બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધકન અમિત શાહે 26 ઓક્ટોબરના રોજ 5 રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંબોધતા નિવેદન આપ્યું હતું કે, તમામ રાજ્યોની પોલીસ અને એનસીબી વિભાગ સાથે એકતા રાખીને કામ કરવું પડશે. ડ્રગ્સની હેરાફેરી વધતા જેના ઉપર અંકુશ લગાડવા માટે આ બેઠકમાં પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે સાથે જ જે પોલીસે કામગીરી કરી છે તેનાથી મને સંતોષ નથી. ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પોલીસ વિભાગને ડ્રગ્સ બાબતે કડક કાર્યવાહી કરવા માટે ગત વર્ષે વિનંતી કરી હતી.

  1. Hatkeshwar Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મુદ્દે કૉંગ્રેસ આકરા પાણીએ, પોલીસે વિરોધ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી
  2. Article 370 Case : કલમ 370 કેસની વકીલાત કરતાં શિક્ષકની બરતરફી અંગે સુપ્રીમ કોર્ટ ઉઠાવ્યા સવાલ
Last Updated : Aug 28, 2023, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details