ગાંધીનગર: આદિવાસી સમાજ છેલ્લા કેટલાય દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજના જાતિ પ્રમાણપત્ર લઈને આંદોલન કરી રહ્યું છે. તેમજ સરકારનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે હવે અને સરકારની આંખે પાણી આવતા સરકારે આંદોલનકારીઓના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા. અને તેમની સાથે વાત કરી હતી. આ બેઠકમાં આદિવાસી પ્રધાન ગણપત વસાવા, આર સી ફળદુ સહિતના સાંસદો પણ હાજર રહ્યા હતા. પરંતુ બે કલાકથી વધુ બેઠક ચાલી પણ કોઇ નિરાકરણ આવ્યું નહીં. આંદોલનકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર કોઈ પણ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન બંધ કરવામાં નહીં આવે.
અમારી માંગણી સ્વીકારશે તો જ આંદોલનનું સમાપન કરીશું: આદિવાસી સમાજ - Gandhinagar NEWS
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સમાજના આંદોલનની છાવણી બની હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય દિવસથી LEDની મહિલાઓ હવે બિન અનામત વર્ગની મહિલાઓ ત્યારબાદ આદિવાસી સમાજ દ્વારા પણ હવે આંદોલનની ચીમકી સરકાર વિરુદ્ધ વધુને વધુ ઉગ્ર બની ગઈ છે.
ગાંધીનગર
જ્યારે રાજ્યના આદિવાસી પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજની કેબિનેટ બેઠકમાં કોઈપણ આદિવાસીને અન્ય ન થાય તે માટે સ્પષ્ટ સૂચના આપી છે. આના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ આજે આંદોલનકારીઓના મુદ્દા છે. તેના ઉપર ખાસ ચર્ચા-વિચારણા કર્યા બાદ આંદોલન પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
Last Updated : Feb 12, 2020, 10:20 PM IST