કેબીનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજના નિધન પર બે મિનિટનું મૌન પાડીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નર્મદા નદીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે, જેને લઇને અત્યારે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી 127 મીટરની આસપાસ પહોંચી ગઈ છે જેને કારણે નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં જે તળાવ ખાલી છે તે તળાવોને પણ નર્મદા કેનાલથી પાઇપલાઇન દ્વારા તળાવને કરવામાં આવશે જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જગ્યાએ સિંચાઇની જરૂરિયાત વધુ છે. તેવા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ પડયો હોવાના કારણે નર્મદા નદીમાં પાણીના આવકમાં વધારો થયો છે. જેથી સરદાર સરોવરના સપાટી 131 પર પહોંચી જશે. સપાટીને રોકી રાખવા માટે પણ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના 3 વર્ષ પુરા થવાની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું દિલ્હી ખાતે નિધન થતા રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજનારી મુખ્યપ્રધાન સાથેનો સંવાદ કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ 8 ઓગસ્ટ એટલે કે ગુરુવારે યોજવામાં આવશે.
દેશના પૂર્વ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ છેલ્લા બે દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, પરંતુ તેઓને ગઈકાલ હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. દુઃખદ અવસાન ના સમાચાર આવતા જ રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રે 12 કલાકે તમામ કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર" અંગ્રેસર જે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે તેને રદ્દ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા મેહમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા અગાઉથી જ મહેમાનોને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. પરંતુ અચાનક સુષ્મા સ્વરાજના મૃત્યુના સમાચાર આવતા રાજ્ય સરકારે એક દિવસ માટે આ કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ કાર્યક્રમ ગુરુવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.