ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીધ વસ્તી ગણતરી 2022નો રીપોર્ટ આવ્યો ચોંકાવનારો, 2045 સુધીમાં થઇ શકે છે... - Vulture

ગુજરાત વન વિભાગના રીપોર્ટ (Gujarat Forest Department Meeting )મુજબ 2045 સુધીમાં ગુજરાતમાં ગીધની વસ્તી શૂન્ય થઇ જાય તેવી શક્યતા વ્યક્ત ( Reduction in vulture numbers )કરવામાં આવી છે. ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરીના રીપોર્ટ (Vulture Census 2022 Report )માં અન્ય ઘણી જાણકારી સામે આવી છે. જોકે તેની સત્તાવાર આંકડાકીય જાહેરાત વન પ્રધાન મુળુ બેરા (Mulu Bera ) દ્વારા કરવામાં આવનાર છે.

ગીધ વસ્તી ગણતરી 2022 રીપોર્ટમાં બહાર આવ્યાં ઘટાડાના આંકડા, 2045 સુધીમાં લુપ્ત થશે?
ગીધ વસ્તી ગણતરી 2022 રીપોર્ટમાં બહાર આવ્યાં ઘટાડાના આંકડા, 2045 સુધીમાં લુપ્ત થશે?

By

Published : Dec 15, 2022, 7:05 PM IST

ગાંધીનગર કુદરતે માનવ સાથે પશુપક્ષીઓનું જીવન ચક્ર બનાવ્યું છે. ગીધને કુદરતના સફાઈ કામદાર કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા કુદરતના સફાઈ કામદાર એવા ગીધરાજની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં વસ્તી ગણતરી પૂર્ણ (Vulture Census 2022 Report )થઈ છે. જેમાં મળતી માહિતી (Gujarat Forest Department Meeting ) પ્રમાણે વર્ષ 2018 કરતા વર્ષ 2022ની ગણતરીમાં 300થી 400 ગીધની સંખ્યામાં ઘટાડો (Reduction in vulture numbers ) થયો છે. જ્યારે રાજ્ય સરકાર ગીધની વસ્તી ગણતરીમાં વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો ગીરના જંગલોમાં સંકટ ગ્રસ્ત ગીધની પ્રજાતિની કરાઈ ગણતરી, આંકડો આગામી દિવસોમાં થશે જાહેર

કરોડો રૂપિયા ખર્ચ પણ એક પણ સંવર્ધન કેન્દ્ર નહીં, ઇનહાઉસ કેન્દ્રો શરૂરાજ્ય સરકાર દ્વારા ગીધ અને સંખ્યામાં વધારો થાય તેને લઈને કરોડોના ખર્ચા કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક પણ સંવર્ધન કેન્દ્ર રાજ્ય સરકારે દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. જ્યારે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પણ સ્ટેટ લેવલે ગીધની સંખ્યામાં વધારો થાય તેવું સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું નથી. જ્યારે વર્ષ 2018 સુધીમાં ગીધની વસ્તી ગણતરી બાદ વર્ષ 2022 માં થયેલ ગણતરીમાં 8 થી 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી (Vulture Census 2022 Report ) પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો ગીરના ગીધ પણ બનશે ટેગથી સુરક્ષિત, વન વિભાગ પહેરાવશે ટેગ

વર્ષ 2018માં કેટલા ગીધ ગુજરાતમાં નોંધાયા ગીધની વસ્તી ગણતરીમાં અમદાવાદમાં 50,અમરેલી 27,આણંદ 94, અરવલ્લી 00,બનાસકાંઠા 79,ભરૂચ 00,ભાવનગર 88,બોટાદ 00,છોટા ઉદપુર 00,દાહોદ 00,ડાંગ 08,દ્વારકા 00,ગાંધીનગર 10,ગીર સોમનાથ 16,જામનગર 00,જૂનાગઢ 147,કચ્છ 44,ખેડા 00,મહીસાગર 21,મહેસાણા 59,મોરબી 00,નર્મદા 00,નવસારી 00,પંચમહાલ 08,પાટણ 03,પોરબંદર 00,રાજકોટ 00,સાબરકાંઠા 63, સુરત 00, સુરેન્દ્રનગર 48, તાપી 01,બરોડા 00 અને વલસાડમાં 54 ગીધ જોવા (Vulture Census 2022 Report )મળ્યાં છે.

2005 થી 2018 સુધીમાં 61 ટકાનો ઘટાડોગુજરાતમાં ગીધની વસ્તી ગણતરી દર બે વર્ષે કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2005માં 33 જિલ્લામાંથી કુલ 2647 ગીધની વસ્તી નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2007માં 1431, વર્ષ 2010માં 1065, 2012માં 1043, વર્ષ 2016માં 999 અને વર્ષ 2018માં કુલ 820 ગીધની સંખ્યા નોંધાઇ છે. જ્યારે વાઈલ્ડ લાઈફ સાથે જોડાયેલા મન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોક્કસ આંકડો ટૂંક સમયમાં આવશે. પણ વર્ષ 2022 માં જે ગણતરી કરવામાં આવી છે એમાં મોટાભાગે ઘટાડો(Reduction in vulture numbers ) નોંધાયો છે. હાલમાં ગુજરાતમાં 500 થી 600ની સંખ્યા વચ્ચે જ ગીધની સંખ્યા જોવા મળશે. આમ કુલ 300 જેટલો ઘટાડો (Vulture Census 2022 Report )ગુજરાતમાં નોંધાશે.

સફેદ પીઠ ગીધની વસ્તીમાં 99 ટકા અને અન્ય પ્રજાતિના ગીધમાં સરેરાશ 95 ટકાનો ઘટાડો થયો

સંખ્યામાં કેમ થાય છે ઘટાડો ? ગીધની સંખ્યામાં થતા સતત ઘટાડાના (Vulture Census 2022 Report )બાબતે મયંક પટેલે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુદરતનું નિશુલ્ક સફાઈ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખું રાખતું પક્ષી એટલે ગીધ. તેની સંખ્યામાં સતત છેલ્લા કેટલાય વર્ષમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાયો છે. જ્યારે ગુજરાતમાંથી ખૂબ ઝડપથી ગીધ લુપ્ત (Reduction in vulture numbers )થઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ ઔદ્યોગિકકરણ તથા ગીધના નિવાસસ્થાન પર માનવ હસ્તક્ષેપ છે. જંગલ વિસ્તાર વધારવાની તથા મૃત માલઢોરની વ્યવસ્થિત ડમ્પીંગ સાઈટ બનાવી ગીધને ખોરાક આપવામાં આવે તો ગીધને બચાવી શકાય છે.

ગીર ફાઉન્ડેશનનો રિપોર્ટ શું કહે છે ? વર્ષ 2018માં ગીર ફાઉન્ડેશન દ્વારા ગીધની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. વસ્તી ગણતરી કર્યા બાદ ગુજરાતમાં 33 જિલ્લાઓમાં કુલ 820 જેટલા જ અલગ અલગ પ્રજાતિના ગીતની સંખ્યા નોંધાઈ હતી. ત્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સફેદ પીઠ ગીધ અને ગિરનારી ગીધની પાંચ વર્ષના ગાળાની વસ્તી એ સ્પષ્ટ જણાવે છે કે સફેદ પીઠ ગીધ માટે નજીકના ભવિષ્યમાં વિલુપ્ત થવાની ઊંચી શક્યતા (Vulture Endangered Species) છે. જ્યારે આવનારા 25 વર્ષના ગાળાની વસ્તીમાં બંને જાતિના ગીધ વિલુપ્ત થવાની શક્યતા પણ ગીર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવી છે. 2045 સુધી સફેદ પીઠ ગીધ અને ગિરનારી ગીધ વિલુપ્ત થવાની સંભાવના રિપોર્ટમાં (Reduction in vulture numbers ) આપવામાં આવી છે. જ્યારે 1992 થી 2007 દરમિયાન થયેલા અભ્યાસ અનુસાર ભારતમાં સફેદ પીઠ ગીધની વસ્તીમાં 99 ટકા અને અન્ય પ્રજાતિના ગીધમાં સરેરાશ 95 ટકાનો ઘટાડો થયો છે. ગીધની આ નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા IUCN દ્વારા ગીધની પ્રજાતિઓને વિલુપ્તિને આરે આવેલી પ્રજાતિની(Vulture Endangered Species ) યાદીમાં (Vulture Census 2022 Report )મૂકવામાં આવી છે.

ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરી દર બે વર્ષે કરવામાં આવે છે

જૂનાગઢમાં ગીધ માટે ફૂડ ઝોન કરાયો તૈયાર ગીધ માટે જૂનાગઢના ગીર જંગલમાં આવેલ બાબરા પંથકમાં ગીઘ માટે ખાસ ફુડ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે,. જે જગ્યાએ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં જમીનની આસપાસ કાંટાળી વાવથી તેને કવર કરવામાં આવ્યો છે જેથી કોઈપણ અન્ય જનાવરો ગીઘનો ખોરાક ખાવા માટે આવે નહીં અને ગીધને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે. અમરેલી, ભાવનગરના મહુવા, મહેસાણાનું કડી, કચ્છનું માંડવી, આણંદમાં ખંભાત ખાતે, ડાંગ, બનાસકાંઠા અને વિજયનગરમાં ગીધને સુરક્ષિત ખોરાક પૂરો પાડવા માટે ગીધ ભોજન સ્થળો વિકસાવવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં 2 જિલ્લામાં બનશે ગીધ સંવર્ધન કેન્દ્રોગુજરાતમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર લાંબા સમયથી સ્થાપવામાં આવ્યું છે. પરંતુ ગીધ સંરક્ષણ અને સંવેદન માટે સમગ્ર ગુજરાતમાં ફક્ત આ એક જ કેન્દ્ર છે. ત્યારે પાંચ એપ્રિલ 2018 ના રોજ રાજ્ય સરકારે એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં નવા ગીધ સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં ગીધને બચાવવા માટે કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં ગીધ પર લગાવવામાં આવ્યા જીપીએસગીધની હલનચલન પર નજર રાખવા માટે વાઈલ્ડ લાઈફ ડિવિઝન સાસણ ગીર દ્વારા ગીધ પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. જેથી ગીધની ચાલ અને ઉડાન પર નજર રાખી શકાય. એ ઉપરાંત હવે ગીરમાં ગીધ વધુ કઈ જગ્યાએ વસવાટ કરી રહ્યા છે તે વિશે માહિતી મેળવી શકાય તે માટે ગીધમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવું છે. આ સિસ્ટમની વાત કરવામાં આવે તો ગીધ પક્ષીઓમાં સૌર ઉર્જા સંચાલિત ટેગ લગાવવામાં આવ્યા છે. જ્યારે વસ્તીમાં થઈ રહેલ તીવ્ર ઘટાડાને (Reduction in vulture numbers )અને ભવિષ્યની તેના સંરક્ષણ બાબતને ધ્યાનમાં રાખીને તેના ખોરાક સ્થળો પ્રવાસના માર્ગો અને તેની ચોક્કસ ઊંચાઈઓ રાતવાસાના અને પ્રજનનના સ્થળો તેમજ તેના વ્યાપ વિસ્તાર અંગેની ઊંડાણપૂર્વકની અને વૈજ્ઞાનિક માહિતી (Vulture Census 2022 Report )હોવી અતિજરૂરી છે. જેથી વન વિભાગ સાસણગીર દ્વારા ગુજરાત રાજ્યમાં ગીધ પક્ષી પર સેટેલાઈટ ટેગ લગાવવાનો એક પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આ ટેગની મદદ ગીધ સંરક્ષણના આયોજનના અત્યંત મહત્વની સાબિત થશે.

અનેક જિલ્લામાં 00 ગીધ વન વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં ગીધની સંખ્યા ગણતરી હાથ (Vulture Census 2022 Report )ધરવામાં આવી છે અને લગભગ તમામ જિલ્લાઓમાં ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે અને એક જિલ્લાઓમાં એક પણ ગીધની સંખ્યા જોવા મળી (Reduction in vulture numbers )નથી.

ડેટા તૈયાર, વન પ્રધાન કરશે જાહેરાતગુજરાતના નવનિયુક્ત વન પ્રધાન મુળુ બેરા અને રાજયકક્ષાના વન પ્રધાન મુકેશ પટેલે અરણ્ય ભવન ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક (Gujarat Forest Department Meeting ) યોજી હતી. જેમાં ગીધના પ્રશ્ન અને ગણતરી બાબતે ચર્ચા કરવામાં આવી (Vulture Census 2022 Report )હતી. સાથે જ રાજ્યના તમામ જિલ્લામાં 11 અને 12 ડિસેમ્બરના રોજ યોજાયેલ ગીધ વસ્તી ગણતરીના રિપોર્ટ (Vulture Census 2022 Report ) રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં હવે વન પ્રધાન મુળુ બેરા ( Mulu Bera ) સત્તાવાર આંકડાઓની જાહેરાત કરશે.

ABOUT THE AUTHOR

...view details