ગુજરાત

gujarat

ETV Bharat / state

'હું ગુજરાત-હું ચોકીદાર', સમગ્ર રાજ્યમાં લહેરાયો ભાજપનો ભગવો... - Election2019

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી માટે ગત 23 એપ્રિલે મતદાન યોજાયું હતું, ત્યારબાદ 23મે ના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા થઇ હતી. જેમાં હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવીને ભગવો લહેરાવ્યો છે.

bjp

By

Published : May 24, 2019, 12:34 AM IST

  • ગાંધીનગર બેઠક પરથી 5.54 લાખની લીડથી ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડાને હરાવ્યાં છે.
  • આણંદ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકી ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતેથી હારી ગયાં છે.
  • નવસારીમાં ભાજપના સી.આર.પાટીલની ધર્મેશ પટેલ સામે જીતી ગયાં છે.
  • સુરતથી ભાજપના દર્શના જરદોશે કોંગ્રેસના અશોક અધેવાડા સામે વિજય થયો છે.
  • ભરૂચથી ભાજપના મનસુખ વસાવાનો કોંગ્રેસના શેરખાન પઠાણ સામે વિજય છે. જ્યારે છોટુ વસાવાની પણ હાર થઈ છે.
  • વલસાડ બેઠક પરથી ભાજપના કે.સી.પટેલનો કોંગ્રેસના જીતુ ચૌધરી સામે વિજય થયો છે.
  • રાજકોટથી ભાજપના જૂના જોગી મોહન કુંડારિયાએ કોંગ્રેસના લલિત કગથરાને હાર આપી છે.
  • દીવ-દમણમાં ભાજપના લાલુ પટેલની જીત થઈ છે.
  • જામનગરથી ભાજપના પૂનમ માડમનો કોંગ્રેસના મૂળુ કંડોરિયા સામે વિજય થયો છે.
  • વડોદરા બેઠક પર ભાજપના રંજનબહેન ભટ્ટનો કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે વિજય થયો છે.
  • બનાસકાંઠા બેઠકથી ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને હાર આપી છે.
  • પોરબંદરથી ભાજપના રમેશ ધડુકે કોંગ્રેસના દિગ્ગજ લલિત વસોયાને હાર આપી છે.
  • છોટા ઉદેપુરથી ભાજપના ગીતા રાઠવાનો કોંગ્રેસના રણજીત રાઠવા સામે વિજય થયો છે.
  • અમદાવાદ(પશ્ચિમ) બેઠક પરથી ભાજપના ડૉ.કિરીટ સોલંકીનો કોંગ્રેસના રાજુ પરમાર સામે વિજય થયો છે.

ABOUT THE AUTHOR

...view details