ગાંધીનગર: ગુજરાતમાંં શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ(VISWAS Project) કરવામાં આવ્યો હતો. અને તે જગ્યા ઉપર અથવા તો પવિત્ર યાત્રાધામ કે જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય તે જગ્યા ઉપર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાત હજાર જેટલા સમગ્ર રાજ્યમાંનું નેટવર્ક પાઠવવામાં આવ્યું છે. આ નેટવર્કથી ગૃહવિભાગને અનેક કેસનો ભેદ ઉકેલવા માટે મહત્ત્વની કડી સાબિત થયું છે.
શું થયું વિશ્વાસ પ્રોજેક્ટમાં -VISWAS પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા મુખ્ય મથકો, 6 યાત્રાધામો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 7000 થી વધુ CCTV Camera લગાડીને આધુનિક Traffic Management System ની સ્થાપના કરવામાં આવેલ છે અને તમામ ૩૪-જીલ્લાઓ ખાતે ‘નેત્રમ’ (Command & Control Centre) સ્થાપિત કરવામાં આવેલ છે.
આ પણ વાંચોઃવલસાડ પોલીસની ત્રીજી આંખ (CCTV) માત્ર ઈ-ચલણ પુરતી સીમિત
કેવા અને કેટલા ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા - 1. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરાના ઉપયોગથી રાજ્યમાં ચોરી, લૂંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન, અકસ્માત, અપહરણ, ગુમ, ગુના બાદની તપાસના 3000 થી વધુ કેસો શોધવામાં મદદ મળેલ છે. રાજ્યના કુલ 1600 થી વધુ તહેવાર, સરઘસ, મેળા દરમિયાન તેમજ જનરલ ટ્રાફીક નિયમન કરવામાં મદદ મળેલ છે. આ ઉપરાંત રાજ્યમાં મહાનુભાવોની સુરક્ષા માટે 1500થી વધુ બંદોબસ્તમાં CCTV કેમેરાનો અસરકારક રીતે ઉપયોગ થયેલ છે.
2. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરા તથા અન્ય અસરકારક પગલાઓના પરિણામે રાજ્યમાં વર્ષ 2018 ની તુલનામાં વર્ષ 2021 માં ઘરફોડના કેસો શોધવાના દરમાં અંદાજે 8 ટકાના વધારા સહિત તમામ ચોરીઓના કેસો શોધવાના દરમાં અંદાજે 13 ટકા જેટલો વધારો થયેલ છે. તેમજ લૂંટના કેસો શોધવાના દરમાં અંદાજે 6 ટકાનો અને રમખાણો, તોફાનો ના આરોપીઓને પકડવામાં અંદાજે 3 ટકાનો વધારો થયેલ છે.