ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર મહિને જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સંબંધિત મુલાકાત કરતા હોય છે. જ્યાં ટકોર કરવા જેવી લાગે ત્યાં ટકોર કરતા હોય છે. અને જ્યા સુધારો કરવા જેવું લાગે ત્યાં તેમનું ધ્યાન પણ દોરવામાં આવે છે. ગાંધીનગર મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર કાર્તિક પટેલ સહિત ગાંધીનગર શહેર મહાનગર ભાજપના હોદ્દેદારો સ્વચ્છતા સંબંધિત મુલાકાતમાં જોડાયા હતા.
ગાંધીનગરની સિવિલમાં પદાધિકારીઓએ લીધી મુલાકાત, સ્વચ્છતાના કર્યા વખાણ - ગાંધીનગરની સિવિલમાં પદાધિકારીઓની મુલાકાત
ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં રોજના અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરિણામે તબીબો સહિતના સ્ટાફને કાર્યરત રહેવુ પડે છે, ત્યારે ગાંધીનગર મહાપાલિકાના પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં કેપેસિટી કરતાં વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલના ચોખ્ખાઇ જોઈને તેના વખાણ કરાયા હતા.

તેમની સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાયો હતો. હાલમાં રાજ્યભરમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકરી રહ્યો છે. ગાંધીનગરમાં પણ અનેક દર્દીઓ બેંગ્લોર અને તાવની બીમારીને લઇને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે પદાધિકારીઓ દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને મળતી સારવાર બાબતે ચર્ચા કરી હતી. બીજી તરફ ગાંધીનગર સિવિલમાં વધુ દર્દીઓ વચ્ચે કરવામાં આવી રહેલી સફાઈ કામગીરીના વખાણ કર્યા હતા. રોજના 1200થી 1500 દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ગંદકી જોવા નહીં મળતા કામગીરીને લઇને સફાઈ કર્મચારીઓની સરાહના કરી હતી.
TAGGED:
latest news of government