વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજ્ય સરકારને આવેદન આપી ખેડૂતોને રક્ષણ આપવાની અને વનવિભાગ દિપડાને જલદી પકડે તેવી માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દીપડા દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. રાત્રે ખેડૂત ખેતરમાં પાણી અથવા તો કોઈ કામ કરતો હોય ત્યારે દીપડા દ્વારા હુમલો કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૯ જેટલા લોકો પર હુમલો થયો છે. જેને લઇને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વિસાવદરમાં દીપડાના આતંક મુદ્દે MLAએ રાજ્ય સરકારને પાઠવ્યું આવેદન પત્ર, ખેડૂતોને રક્ષણ આપવા કરી માગ - દિપડાના હુમલાની ઘટના
ગાંધીનગર: રાજ્યના અમરેલી, બગસરા અને ધારી જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાઓ આતંક મચાવી રહ્યા છે જેમાં અનેક વખત લોકો પર દીપડા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય દ્રારા રાજ્ય સરકારને આવેદન આપી ખેડૂતોને રક્ષણ આપવાની અને વનવિભાગ દિપડાને જલદી પકડે તેવી માગ કરવામાં આવી છે.
rere
આ સાથે જ તેવી પણ માગ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોને દિવસ દરમિયાન વીજળીની સવલત પૂરી પાડે જેથી રાત્રે ખેડૂતોને ખેતરમાં ન જવું પડે. જો રાજ્ય સરકાર દિવસે વીજળી પૂરી ન પાડે તો રાત્રે ખેડૂતો ખેતરે જાય, ત્યારે તેમને હથિયારી જવાનો સાથેનુ પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ગણપત વસાવાને આવેદનપત્ર પાઠવ્યું છે.