ગાંધીનગર:રામ નવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં કોમી રમખાણો થયા હતા અને તેના ઘટનાના પડઘા (Violence in Himmatnagar and Khambhat) અનેક જગ્યાએ જોવા મળ્યા છે. પોલીસ તંત્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય (Communal violence in Gujarat)ઘટના ન બને તે માટે સજ્જ બન્યું છે. ત્યારે હિંમતનગર અને ખંભાતની અસરો દૂર કરવા માટે હવે હિંમતનગરમાં અને ખંભાતના સંવેદનશીલ(Stone Pelters in Himmatnagar) વિસ્તારના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેથી કોઈપણ પ્રકારની અસામાજિક ફેલાઈ નહીં.
સીસીટીવી સર્વેલન્સ - ખંભાત હિંમતનગરની ઘટના બાદ પોલીસ દ્વારા અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ અનેક અસામાજિક તત્વોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ વધુમાં વધુ લોકોની ધરપકડ થાય અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે હિંમતનગર અને ખંભાત પોલીસ દ્વારા ખાનગી અને સરકારી CCTV સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલા હશે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે આમ અનેક જીબીના સીસીટીવી ચેક કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃHimmatnagar Group Pelted: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ ચેતી જજો, પકડાશો તો થશે કાર્યવાહી