ગાંધીનગર: મહાત્મા મંદિર પાસેથી તંત્ર દ્વારા 300 કરતાં વધુ ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેને કોલવડાની સીમમાં જ્યાં શ્રમજીવી વસાહત બનાવી કામચલાઉ ધોરણે જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ જગ્યાને લઇને કોલવડાના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેને લઇને લાલકૃપા પાર્ટીપ્લોટમાં સમસ્ત ગ્રામજનોની બેઠક મળી હતી. જેમાં રણનીતિ નક્કી કરવામાં આવી હતી કે ઝૂંપડપટ્ટી હટાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
ગાંધીનગર પાસે આવેલા અને મહાનગર પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા કોલવડાના ગ્રામજનો દ્વારા નવી ઊભી થઈ રહેલી ઝુંપડપટ્ટીને લઈને લાલ કૃપા પાર્ટીપ્લોટમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગામના તમામ સમાજના આગેવાનો એકઠા થયા હતા. ત્યારે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા કોલવડા ગામ પ્રત્યે પહેલેથી જ ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે, હવે તે ચલાવી લેવામાં આવશે નહીં. ઝૂંપડપટ્ટીના કારણે અમારા ગામનો વિકાસ થતો નથી. ટાઉન પ્લાનિંગ હોવા છતાં ગામ પહેલેથી જ ઓરમાયું વર્તનનો શિકાર બની રહ્યું છે.
ગાંધીનગરઃ કોલવડાના ગ્રામજનોનો વિરોધ, સીમમાં લગાવેલા ઝુંપડા હટાવવામાં નહીં આવે તો ચૂંટણીનો કરીશું બહિષ્કાર - ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર
ગાંધીનગર મહાત્મા મંદિર પાસેથી તંત્ર દ્વારા 300 કરતાં વધુ ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેને કોલવડાની સીમમાં જ્યાં શ્રમજીવી વસાહત બનાવી કામચલાઉ ધોરણે જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ જગ્યાને લઇને કોલવડાના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાત્મા મંદિર ખાતેથી તોડવામાં આવેલા ઝૂંપડપટ્ટીમા રહેતા લોકોને કોલવડા ગામની સીમમાં કામચલાઉ ધોરણે જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ બાબતના વિરોધને લઇને તમામ જગ્યાએ લેખિત રજૂઆતો કરવામાં આવશે. તેમજ જો તેનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અધિકારીઓની કચેરી ઉપર પણ ચડાઈ કરવામાં આવશે. ત્યારે ગામના આગેવાન જયપાલસિંહ વાઘેલાએ કહ્યુ કે, એક બેઠક મળી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સોમવારથી તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે. પરંતુ ગામની સીમમાં ઝુંપડપટ્ટી રાખવામાં આવશે નહીં. જો સરકાર ગ્રામજનોની વાત નહીં માને તો અગાઉ જેમ ડમ્પિંગ સાઇટની જગ્યા ખોદી નાખવામાં આવી હતી, તેમ ઝૂંપડપટ્ટીને પણ ઉખાડી નાખવામાં આવશે.