ઈટીવી ભારતે વાયબ્રન્ટ સમિટ 2024 અંગે મહાનુભાવોના પ્રતિભાવો જાણ્યા ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ 2024નું શાનદાર ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્દઘાટન વડા પ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સમિટમાં દેશ વિદેશના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. તેમને આ સમિટ, ગુજરાતના વિકાસ, વડા પ્રધાન મોદી, વિક્સિત ભારત અભિયાનમાં ગુજરાતનું યોગદાન વગેરે વિશે પોતાના પ્રતિભાવ આપ્યા છે.
મહાનુભાવોના પ્રતિભાવઃ ઈટીવી ભારતે વાયબ્રન્ટ સમિટ 2024ના મહત્વ, અગત્યતા અને ભવિષ્યમાં તેનાથી થનારા ફાયદા વિશે બળવંત સિંહ રાજપૂત, નરહરિ અમીન અને કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરન વિશે વિગતવાર વાત કરી હતી. દરેક મહાનુભાવોએ વાયબ્રન્ટ સમિટને લીધે ગુજરાતના વિકાસને વેગ મળશે તેમ જણાવ્યું હતું. આ સમિટમાં થનારા કરોડોના એમઓયુને પરિણામે ગુજરાતમાં રોજગારીની તકો વધશે તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ વાયબ્રન્ટ સમિટ અત્યારે વૈશ્વિક મંચ બની ગયું હોવાનું જણાવ્યું છે.
આપણે 9 વાયબ્રન્ટ સમિટ સકસેસફુલ કરી ચૂક્યા છે. 10મી વાયબ્રન્ટ સમિટની શરુઆત જ ખૂબ સારી રહી છે. અનેક લોકો એમઓયુ કરી ચૂક્યા છે અને હજૂ વધુ લોકો એમઓયુ કરવાના છે. આ વખતે આ સમિટ રેકોર્ડ બ્રેક રહેવાની છે...બળવંત સિંહ રાજપૂત(ઉદ્યોગ પ્રધાન)
ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત કરી હતી. 20 વર્ષમાં કરોડો અને અબજોના એમઓયુ થયા છે. જેના પરિણામે રોજગારીની નવી તકો સર્જાઈ છે. ગુજરાતના તમામ જિલ્લાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળેલ છે. છેલ્લા 3 મહિનાથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારે તન, મન અને ધનથી આ સમિટને સફળ બનાવવા મહેનત કરી છે...નરહરિ અમિન(નેતા, ભાજપ)
યુએઈના રાષ્ટ્રપતિ વાયબ્રન્ટમાં ઉપસ્થિત રહ્યા છે તેનાથી આ સમિટની સફળતાઓ ખૂબ વધી જાય છે. આ સિવાય મોઝામ્બિક અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિની હાજરી પણ મહત્વની છે. ભારત ખાસ કરીને ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ જોવા મળે છે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત દરેક દિશામાં પ્રગતિ કરી રહ્યું છે...વી. મુરલીધરન(કેન્દ્રીય કેબિનેટ પ્રધાન)
- Vibrant Summit 2024: PM મોદીની મોટી ગેરંટી, ભારત આગામી 5 વર્ષમાં દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનશે
- Vibrant Summit 2024: ગૌતમ અદાણીએ 1 લાખ રોજગારીના સર્જન સાથે કરી મોટી જાહેરાત