ગુજરાત

gujarat

ETV Bharat / state

Vibrant Gujarat Summit 2024 : છેલ્લા ચાર મહિનામાં રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ માટે કુલ રૂ. 18,486 કરોડના MoU થયા - ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના પૂર્વાર્ધ રૂપે MoU સાઈનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ માટેના વધુ 3 MoU થયા હતા. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં દસ તબક્કામાં કુલ રૂ. 18,486 કરોડના 39 MoU કરવામાં આવ્યા છે.

Vibrant Gujarat Summit 2024
Vibrant Gujarat Summit 2024

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 5:26 PM IST

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાના 20 વર્ષની ઉજવણી માટે સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવણી કરી છે. હાલમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10 મી આવૃત્તિ વર્ષ 2024 ના જાન્યુઆરી માસમાં યોજાવાની છે.

MoU સાઈનીંગ કાર્યક્રમ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. આ હેતુસર વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટ 2024 નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ, 2023 થી પ્રત્યેક સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ કાર્યક્રમ યોજવામાં આવે છે.

3 હજાર કરોડના MoU : આ ઉપક્રમના દસમાં તબક્કામાં 18 ઓક્ટોબર બુધવારના રોજ ટેક્ષટાઇલ, એન્જિનિયરિંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના માટેના MoU થયા હતા. જેમાં કુલ રૂ. 3,000 કરોડથી વધુના રોકાણો માટે 3 MoU કરવામાં આવ્યા છે. તેનાથી સંભવિત 9,000 જેટલા રોજગારીના અવસરો ઊભા થશે. ઉલ્લેકનિય છે કે, જુલાઈ, ૨૦૨૩ થી અત્યાર સુધીમાં દસ તબક્કામાં કુલ રૂ. 18,486 કરોડના 39 MoU કરવામાં આવ્યા છે.

દસ તબક્કામાં કુલ રૂ. 18,486 કરોડના 39 MoU

વડોદરામાં 2 હજાર કરોડનું રોકાણ : વડોદરા જિલ્લાના આજવા ખાતે એન્જીનીયરીંગ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ટુ અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટે વર્ડવિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ દ્વારા રૂ. 2000 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ વર્ષ 2024 સુધીમાં કાર્યરત થશે અને 5,000 જેટલા રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

અમદાવાદમાં ટેક્ષટાઈલ પાર્ક બનશે : અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામે ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત કરવા માટે રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક રૂ. 500 કરોડનું રોકાણ કરશે. ઉપરાંત અંદાજે 2,500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ વર્ષ 2024 ના ઓક્ટોબર સુધીમાં કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદ વિસ્તારમાં પહેલો ખાનગી ZLD-CETP ધરાવતો પાર્ક બનશે.

લીંબડીમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે : આ ઉપરાંત પિગોટ બિલ્ટકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ. 500 કરોડના રોકાણ સાથે મહત્તમ સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી આધારિત એકમો ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામે સ્થાપિત થનાર આ પાર્કમાંથી આશરે 1,500 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.

ઉદ્યોગકારો માટે અનુકૂળ વાતાવરણ : MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાથી ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU સાઇનિંગ કાર્યક્રમમાં ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના સચિવ અને ઉદ્યોગ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

  1. Vibrant Gujarat Summit 2024 : 6 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટના રોડ શો, ઉધોગકારો સાથે બેઠક
  2. SLBC Meeting : ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્‍કર્સ કમિટી બેઠકમાં બેંકોને ધીરાણને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી વાત

ABOUT THE AUTHOR

...view details