ગુજરાત

gujarat

ETV Bharat / state

Vibrant Gujarat Summit 2024: વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કુલ 45,000 કરોડના MOU થયા, અંદાજિત 2.25 લાખ રોજગારીની તકો ઊભી થશે - સવા બે લાખ કરતા વધુ રોજગારી

આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત સમિટ પહેલા જ 45,000 કરોડના MOU થયા હોવાની જાહેરાત કરાઈ હતી. આ MOUને પરિણામે અંદાજિત સવા બે લાખ જેટલી રોજગારીની તકો પણ સર્જાશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક

વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કુલ 45,000 કરોડના MOU થયા
વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કુલ 45,000 કરોડના MOU થયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:12 PM IST

ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન, ગુજરાત સરકાર)

ગાંધીનગરઃ આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં 2024માં યોજનાર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમિટ અગાઉ થયેલા MOUની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ MOUની કુલ રકમ 45,000 કરોડ જેટલી થાય છે. તેમજ આ MOUને પરિણામે અંદાજિત સવા બે લાખ જેટલી રોજગારીની તકો સર્જાશે તેમ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ જણાવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટઃ આ વર્ષે ગુજરાત સરકારે પ્રથમ વખત તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટનું આયોજન કર્યુ હતું. આ દરેક કાર્યક્રમમાં કુલ થઈને અંદાજિત 25000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને પરિણામે જાન્યુઆરી 2024માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય તે પહેલા જ કુલ 45000 કરોડના કુલ 2600થી વધુ MOU થયા છે. અંદાજિત સવા બે લાખ જેટલી રોજગારીની તકો સર્જાવાની છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 11 તબક્કાઓમાં કુલ 25,945 કરોડના MOU સંપન્ન થયા છે. જેનાથી 70 હજાર કરતા વધુ રોજગારની તકો યુવાનોને મળી રહેશે. આજે મેડિકલ ડિવાઈસીસ સંલગ્ન MOU કરવામાં આવ્યો છે.

આગામી કાર્યક્રમઃ રાજ્ય સરકાર આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા માટે કમર કસી રહી છે. જે સંદર્ભે આ મહિનામાં સુરત ખાતે 5 ફિએસ્ટા વિષયક 'ટેકસટાઇલ સમિટ' તેમજ અમદાવાદમાં 'એક્સપોર્ટર કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવશે. આ સિવાય સમિટ અંતર્ગત ચાર કેબિનેટ પ્રધાનોની ઉપસ્થિતિમાં કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, બેંગ્લોર અને ગુવાહાટીમાં 'રાષ્ટ્રીય રોડ શો' યોજવામાં આવશે.

પાર્ટનર કન્ટ્રીઝઃ જાન્યુઆરી 2024માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે નેધરલેન્ડ, નેપાળ, ડેન્માર્ક, મોઝામ્બિક, મોરક્કો જેવા 7 દેશો જોડાઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે આ સમિટમાં કેનેડાને પાર્ટનર કન્ટ્રી બનાવાયું નથી.

વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કુલ 45,000 કરોડના MOU થયા, અંદાજિત 2.25 લાખ રોજગારીની તકો ઊભી થશે. આપણા પ્રધાનો અન્ય રાજ્યોમાં અને અધિકારીઓ વિદેશોમાં આ સમિટ વિષયક મુલાકાતો કરી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં કુલ 25000 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન, ગુજરાત સરકાર)

  1. Vibrant Summit 2024: ગુજરાતમાં પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર બનવા મોરબી સક્ષમ છે
  2. Gujarat Vibrant Summit News: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details