ગાંધીનગર: મહાત્મા મંદિરમાં આજથી ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળો, રાજદ્વારાીઓ સહિત અનેક વીવીઆઈપીએ અને વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લઈ રહ્યાં છે. આ સમિટમાં વિક્રમ સર્જક 34 દેશોના કન્ટ્રી પાર્ટનર બન્યા છે. વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે ખાસ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ ગુજરાત આવ્યાં છે.
Vibrant Summit 2024: ગાંધીનગરમાં આજથી ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ - ગાંધીનગર ન્યૂઝ
આજથી રાજધાની ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ભવ્ય ઉદ્ધઘાટન થયું છે. આજે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી 10મી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. 28 જેટલાં દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે આ સમિટમાં ભાગ લઈ રહ્યાં છે. ખાસ સંયુક્ત અરબ અમિરાતના રાષ્ટ્રપતિ સહિત ટોચના વિદેશી મહેમાનો આ સમિટનો ભાગ બની રહ્યાં છે.

Published : Jan 10, 2024, 7:39 AM IST
|Updated : Jan 10, 2024, 11:05 AM IST
આજે સમિટના પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાયું છે. આજે વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ સાથે સંવાદ યોજાશે, જેમાં પીએમ મોદી ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. મહત્વપૂર્ણ છે કે, 2003માં સૌ પ્રથમ વખત ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 10મી વાઈબ્રન્ટ સમિટનું 12 જાન્યુઆરીના રોજ સમાપન થશે.
આજનો ઉદ્ઘાટન કાર્યક્રમ અને સેમિનાર
- એરક્રાફ્ટ-એનસિલરી મેન્યુફેક્ચરિંગ અને MROમાં તકો
- ગતિ શક્તિ: સર્વગ્રાહી વિકાસ માટે ચોક્કસ નિર્ણયો લેવા
- ધોલેરા: સ્માર્ટ બિઝનેસિસ માટે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી
- વિકસીત ભારત @2047 માટે ગુજરાતનો રોડમેપ
- ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ
- આ ઉપરાંત દેશ-રાજ્ય સેમિનાર B2B,B2G,G2G મીટિંગ્સ