ગુજરાત

gujarat

ETV Bharat / state

7 ડિસેમ્બરના રોજ આણંદ ખાતે ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાશે, દિગ્ગજ કંપનીઓ ભાગ લેશે - ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ

2024ના જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનાર છે. આ સમિટ અંતર્ગત આણંદમાં 7 ડિસેમ્બરે ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં દિગ્ગજ કંપનીઓ ભાગ લેવાની છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. Vibrant Gujarat Global Investors Summit 2024

7 ડિસેમ્બરના રોજ આણંદ ખાતે ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાશે
7 ડિસેમ્બરના રોજ આણંદ ખાતે ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 7:56 PM IST

આ કોન્ફરન્સમાં દિગ્ગજ કંપનીઓ જોડાશે

ગાંધીનગરઃ આગામી વર્ષે જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાવાની છે. આ સમિટને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર કમર કસી રહી છે. જે અંતર્ગત અનેક પ્રી વાયબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સીઝ પણ યોજાઈ રહ્યા છે. જેમાં 7 ડિસેમ્બરે આણંદમાં ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં ગુજરાતના ફૂડ અને એગ્રીકલ્ચરને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે. આ કોન્ફરન્સમાં દિગ્ગજ કંપનીઓ ભાગ લેશે.

રાજ્યની લોજિસ્ટિક ક્ષમતાઃ 7 ડિસેમ્બરે આણંદમાં ફૂડ એન્ડ એગ્રો કોન્ફરન્સ ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય સાથે યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની લોજિસ્ટિક ક્ષમતાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ગુજરાતની લોજિસ્ટિક ક્ષમતાએ 30,000થી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપનામાં યોગદાન આપ્યું છે. તેમજ સરપ્લસ ઉત્પાદનોના મૂલ્યવર્ધનને વિસ્તરીત કર્યુ છે.

દિગ્ગજ કંપનીઓ જોડાશેઃ આ કોન્ફરન્સમાં NDDB, UPL, IBM, APEDA, IIMR, રસના, ટાટા સોલફુલ, નેડસ્પાઈસ ઈન્ડિયા પ્રા. લિ., હેરિસન વેન્ચર્સ જેવી કંપનીઓ જોડાશે. આ કંપનીઓના ડેલિગેટ્સ પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર સેક્ટરમાં MoU પણ થવાના છે.

આ પ્રી વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં મુખ્ય કુલ ત્રણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સેમિનાર, બીજી એક્ઝિબિશન અને ત્રીજી MoU પ્રોસેસનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં દિગ્ગજ કંપનીઓના ડેલિગેટ્સ ભાગ લેશે...રાઘવજી પટેલ(કૃષિ પ્રધાન)

ગુજરાતમાં કૃષિ અને સહકારી ડેરીઓનું મજબૂત મંડળ છે, જ્યારે આણંદ સહકારી ચળવળનું કેન્દ્ર છે. એગ્રિ અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક એમઓયુ થવાની અપેક્ષા છે. આ સમિટમાં દેશભરમાંથી 1500થી વધુ ડેલિગેટ્સ જોડાશે...જગદીશ વિશ્વકર્મા(રાજ્ય સહકાર પ્રધાન)

  1. CM ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે; રીન્યુએબ્લ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ બાબતે ચર્ચા, જાપાનને આપ્યું વાયબ્રન્ટ ગુજરાતનું આમંત્રણ
  2. Vibrant Gujarat Summit 2024: વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાતમાં કુલ 45,000 કરોડના MOU થયા, અંદાજિત 2.25 લાખ રોજગારીની તકો ઊભી થશે

ABOUT THE AUTHOR

...view details