ગાંધીનગર : મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સીઇઓ તપન રાયે જણાવ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી ખાતે 10 જાન્યુઆરીના રોજ ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ અને 11 જાન્યુઆરીના રોજ ‘ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને કાર્યક્રમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન યોજાશે. જેમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોર્મ ગિફ્ટ સિટી ક્લબ ખાતે અને ગિફ્ટ સિટી પર સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્ય કન્વેન્શન હોલમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક કંપની ના લીડર સાથે વાતચીત કરશે, જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટસ શેર કરશે. ગૂગલ, IBM, એક્સેન્ચ્યોર, કેપજેમિની, NYSE ગ્રુપ, એમેઝોન પે, NASDAQ, સ્ટોક્સ, વેલ્સ ફાર્ગો અને સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ (S&P) સહિતની જાણીતી કંપનીના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે.
Vibrant Gujarat 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટની કરાવશે શરુઆત - Vibrant Gujarat 2024
રાજ્ય સરકાર દ્વારા 10 થી 12 જાન્યુઆરી ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોર્મ માં વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે મુલાકાત કરશે.
Published : Jan 4, 2024, 3:48 PM IST
ટેકનોલોજી મુદ્દે વિશેષ ચર્ચા કરશે : ‘ધ રાઇટ કનેક્ટ ઓફ ટેક એન્ડ ફિન- ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ગ્લોબલી’ વિષય પર પેનલ ચર્ચા ઈન્ફ્લુએન્સર (પ્રભાવ) ના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી વિશિષ્ટ વ્યક્તિ માટે એક મંચ તરીકે સેવા આપશે. જે ટેકનોલોજી કેવી રીતે આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઇ છે અને કેવી રીતે આપણા જીવનને અન્ય લોકો અને બિઝનેસીસ સાથે સમાન રીતે જોડે છે, તેના પર ચર્ચા-વિચારણા કરશે. આ પેનલ ચર્ચા ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ વગેરેમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં ગિફ્ટ સિટીની ભૂમિકાનું અન્વેષણ કરશે. અન્ય એક પેનલ ચર્ચા ‘અર્બન રિઝિલિયન્સ: બિલ્ડીંગ સસ્ટેનેબલ એન્ડ ફ્યુચર-પ્રૂફ સિટી’ વિષય પર યોજાશે, જે આજના સમયમાં આપણા ગ્રહ પર મર્યાદિત અને ઘટી રહેલા સંસાધનો સાથે જીવન અને વ્યવસાય માટે ટકાઉ અભિગમ અપનાવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરશે. તપન રાયે જણાવ્યું કે, જ્યારે ભારતે ભવિષ્યની પેઢીઓ માટે આપણા પર્યાવરણને બચાવવા અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત નો ઉપયોગ કરવા માટે વૈશ્વિક થોટ લીડર બનવાનું નક્કી કર્યું છે, ત્યારે એ મહત્વપૂર્ણ છે કે તેનો પુરાવો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે.
કંપનીના વરિષ્ઠ પ્રતિનિધિઓ કાર્યક્રમમાં જોડાશે : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર IAS મિલિન્દ તોરવણે એ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-9 માં 'ઈ-કોમર્સ: બિઝનેસ એટ ફિંગરટિપ્સ' થીમ આધારિત સેમિનાર યોજાશે. "ટેકગાર્ડ માસ્ટ્રોસ - ફોર્ટીફાઈંગ ધ ફ્યુચર" શીર્ષક ધરાવતી પ્રથમ સત્ર નું સંચાલન અસ્તિત્વ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક અને ડાયરેક્ટર પંકજ મોલ દ્વારા કરવામાં આવશે. પેનલના સભ્યોમાં ઉત્તર પ્રદેશ રાજ્યના સાયબર ક્રાઇમના IPS સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ પ્રો. ત્રિવેણી સિંહ, જંગલ વર્ક્સના CEO અને સ્થાપક સમર સિંગલા, ઇન્ફિબિમ એવન્યુ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા અને સ્ટેટ બેંક ઓફ ઓપરેશન સપોર્ટ સર્વિસિસના ચીફ ટેકનોલોજી ઓફિસર પ્રતીક સક્સેના નો સમાવેશ થાય છે. આ સત્ર ઇ-કોમર્સને વધુ બહેતર બનાવવા માટે ઇનોવેશન અને ડિજીટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈ-કોમર્સ નું ભવિષ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા, વૈશ્વિક વલણો, ક્રોસ-બોર્ડર પોલિસી ઈકોસિસ્ટમ, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને અનુપાલન આ બધાં જ આ સત્રના મુખ્ય ફોકસ ક્ષેત્રો હશે.