2003થી 2019 સુધીમાં 14,000 જેટલા MOU ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરવામાં આવી હતી. હવે વર્ષ 2024માં જાન્યુઆરીના 10, 11 અને 12 તારીખના રોજ 10મા વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં યોજાયેલા 9 વાયબ્રન્ટ સમિટમાં કુલ 1,04,000 જેટલા MoU થયા હતા પરંતુ આ તમામ MOUમાંથી 71 % MoU સફળ ગયા હોવાનું નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું હતું.
'2019માં થયેલ વાયબ્રન્ટ સમિટમાં 81 ટકા પ્રોજેક્ટ MoU સફળ થયા છે. ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 18485 કરોડના MoU સંપન્ન થયા છે જે રાજ્યમાં 65,032થી વધુ રોજગારીના અવસર પ્રદાન કરશે. નવ જેટલા વાયબ્રન્ટ સમિટમાં 1,04,000 જેટલા MoU રાજ્ય સરકાર સાથે ઉદ્યોગકારોએ કર્યા હતા. જેમાં ફક્ત 71 ટકા જેટલા સફળ રહ્યા છે એટલે કે 71% જેટલા MoU હાલમાં કાર્યરત થયા છે અથવા તો કાર્યરત થવાની તૈયારીમાં છે જ્યારે કુલ 21 લાખ લોકોને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ છે.' - ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન
2024ના વાયબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ: રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વર્ષ 2024ના સમિટમાં જેટલા પણ MoU થાય તેમાં 90% સક્સેસ રેશિયો થાય તે રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2024ના વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 27 જિલ્લામાંથી 22 હજારથી વધુ લોકોએ વાયબ્રન્ટમાં ભાગ લીધો છે અને 39000 કરોડના MoU પણ થયા છે. ગુજરાતની લોકલ પ્રોડક્ટ ગ્લોબલ સુધી પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
MOU નિષ્ફળ જવાનું કારણ: વર્ષ 2003થી લઈને 2019 સુધી ગુજરાતમાં કોઈ નવ જેટલા વાયબ્રન્ટ સમિટ કરવામાં આવ્યા છે, જેમાં 71% MOU સફળ રહ્યા હોવાનું નિવેદન રાજ્ય સરકારના ઋષિકેશ પટેલ આપ્યું હતું ત્યારે 29 ટકા એમાં સફળ થયા નથી તે બાબતે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમુક ઉદ્યોગકારોની પોતાની મરજી મુજબ અથવા તો કોઈ ચોક્કસ પ્રકારના કારણો જેવા કે નેચરલ રિસોર્સ વ્યક્તિગત કારણોથી થઈ શકે પરંતુ રાજ્ય સરકારની પોલિસીના કારણે ઉદ્યોગ શરૂ ન થયા હોય તેઓ સામે આવ્યું નથી.
CM હૈદરાબાદમાં કરશે રોડ શો: વધુમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતને રહીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી અને મુંબઈમાં રોડ શો કર્યા બાદ હવે આગામી સમયમાં હૈદરાબાદ કલકત્તા, જયપુર અને ઇંદોર ખાતે પણ રોડ શો કરશે. જ્યારે આંતરરાષ્ટ્રીયકક્ષાએથી વિદેશી રોકાણને અને રોકાણકારોને આકર્ષવા માટે જાપાન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, અમેરિકા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, સાઉથ કોરિયા અને વિયેતનામ ખાતે પણ રાજ્યના વિવિધ IAS અધિકારીઓ પણ રોડ શો કરવા જશે.
- Cabinet Meeting: ફિક્સ પેમાં વધારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે વધારો, 61560 જેટલા કર્મચારીઓને લાભ મળશે
- DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, 4 ટકા વધ્યું DA