ગુજરાત

gujarat

By

Published : Oct 4, 2022, 2:07 PM IST

Updated : Oct 4, 2022, 2:57 PM IST

ETV Bharat / state

વરદાયિની માતાજીની પલ્લી, રૂપાલ ગામમાં વહેશે ઘી ની નદીઓ

ગાંધીનગર શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં છેલ્લા ધણા વર્ષોથી માતાજીની પલ્લી (Vardayini Mataji palli) નીકળે છે. ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. ગામના 27 ચોકમાં પલ્લીના આ રથને ઊભો રાખવામાં આવે છે.

રાત્રે 12 વાગે વરદાયિની માતાજીની પલ્લી ભરાશે, રૂપાલ ગામમાં ઘી ની નદીઓ વહેશે
રાત્રે 12 વાગે વરદાયિની માતાજીની પલ્લી ભરાશે, રૂપાલ ગામમાં ઘી ની નદીઓ વહેશે

ગાંધીનગરછેલ્લા અનેક દશકો અને સતકોથી ગાંધીનગરશહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી (Vardayini Mataji palli) નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક (Ghee Utsav rupal) કરવામાં આવે છે. ત્યારે રૂપાલગામની વાત કરવામાં આવે તો ગ્રામજનો નવરાત્રી શરૂ થાય તેના 2 દિવસ પહેલા નકોડા ઉપવાસ કરે છે અને નવરાત્રિના 7 દિવસ સુધી ફકત પાણી અને દૂધથી ઉપવાસ કરે છે. ત્યારે આજે નોમ હોવાથી રૂપાલ ગામમાં(Palli Utsav rupal) રાત્રે 12 વાગે પલ્લી ભરવામાં આવશે જેમાં લાખો લોકો દર્શન માટે આવશે.

પલ્લીનું મહત્વ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો (Gujarat rupal palli ) રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે. અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે.

જ્યોત ઉપરથી બાળકોને ફેરવામાં આવેએક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે. રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. તે ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે.

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓપલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. તેમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે, ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં (rupal village gandhinagar) જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

વરદાયિની માતાજીના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી ગાંધીનગરથી 18 કિલો મીટરના અંતરે આવેલ વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે. પરંતુ માતાજી અહિં સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે. રૂપાલના પ્રખર વિધવાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઉંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ માં વરદાયીની માહાત્યમ નામના ગ્રંથની રચના કરી હતી. જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મુકયો છે.

ભગવાન રામનો ઉલ્લેખભગવાન રામનો પણ ઉલ્લેખ ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર ,પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી સૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.

સિદ્ધરાજ જયસીંહના યુદ્ધનો ઉલ્લેખકળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહની માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞાલઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યુ. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો.

યાશોવર્માનો વધ કર્યોરાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિતિત અવસ્થામાં નીંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ સવારે ઉઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી,તેમાં અડદના લોટનું શત્રુનુ પુતડુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે, આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તુ મળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સીદ્ધરાજજયસીંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવી, માતાજીની મુર્તિ બનાવીતેની પ્રતિષ્ઠા કરી. સીદ્ધરાજજયસીંહેને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓડખાયા.

Last Updated : Oct 4, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details