ગુજરાત

gujarat

ETV Bharat / state

Vande Bharat Express Train: ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ આપી લીલી ઝંડી - pm narendra modi Will Show The Green Flag

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9 જેટલી સ્વદેશી મીની હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનને લીલી ઠંડી આપી હતી. જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારતની ભેટ મળી છે. આ ટ્રેન જામનગરથી અમદાવાદ સ્ટેશન વચ્ચે દોડશે. આ સાથે જ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે.

vande-bharat-express-train-pm-narendra-modi-will-show-the-green-flag-jamnagar-to-ahmedabad-train
vande-bharat-express-train-pm-narendra-modi-will-show-the-green-flag-jamnagar-to-ahmedabad-train

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 9:30 AM IST

Updated : Sep 24, 2023, 1:09 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 જેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારત ટ્રેન મળી હતી. અમદાવાદથી જામનગર ગુજરાતમાં જ દોડનારી પહેલી વંદે ભારત ટ્રેન છે. પહેલા બે વંદે ભારત ટ્રેન શરૂઆત કરવામાં આવી છે. પરંતુ તે બંને આંતરરાજય ટ્રેન છે. એક ગાંધીનગરથી મુંબઈ અને જોધપુરથી સાબરમતી વચ્ચે ચલાવવામાં આવી રહી છે.

ટ્રેન ખાસિયત: વંદે ભારત ટ્રેન ખાસિયતની વાત કરવામાં આવે તો આરામદાયક બેઠકો, સ્લાઈડીંગ દરવાજા, પર્સનલ રીડિંગ, લાઇટ્સ મોબાઈલ, ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો ટોયલેટ, ઓટોમેટીક એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ સીસીટીવી કેમેરા, વાઇફાઇ જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થશે. અમદાવાદ જામનગર વચ્ચે સપ્તાહમાં છ દિવસ ચલાવવામાં આવશે માત્ર મંગળવારના દિવસે જ આ ટ્રેન ચાલશે નહીં આ ટ્રેન અમદાવાદથી સાંજે 5:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10:35 એ જામનગર પહોંચશે. વહેલી સવારે 5:30 કલાકે જામનગરથી નીકળીને 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેનના સ્ટોપેજ:જામનગરથી અમદાવાદ ચાલનારી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની વાત કરવામાં આવે તો સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન આવતીકાલ એટલે કે સોમવારથી રાબેતા મુજબ શરૂઆત થશે. આ હાઈ સ્પીડ ટ્રેન શરૂ થવાની સાથે જ રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોની કનેક્ટિવિટી ખૂબ ઝડપી વધશે અને મુસાફરોના સમયની બચત થશે.

અન્ય 8 ટ્રેનને પણ લીલી ઝંડી: વડાપ્રધાન આ ઉપરાંત અન્ય આઠ વંદે ભારત ટ્રેનને પણ આવીને પ્રસ્થાન કરાવશે. જેમાં ઉદયપુરથી જયપુર, પટનાથી હાવડા, રાંચીથી હાવડા, રાઉર કેલાથી ભવુનેશ્વર, હૈદરાબાદથી બેંગ્લોર, વિજયવાળાથી ચેન્નઈ, તિરુનેલવેલીથી મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડથી તિરુવંતપુરમ વચ્ચે વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે જે તમામ ટ્રેનો આવતીકાલથી રાબેતા મુજબ સંચાલનમાં પણ મૂકવામાં આવશે.

  1. PM Modi flag off Vande Bharat Express: વડાપ્રધાન આજે નવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
  2. Vande Bharat Train in Jamnagar : પીએમ મોદી દ્વારા 24મીએ જામનગરથી વંદે ભારત ટ્રેન થશે રવાના, કયા રહેશે સ્ટોપેજ અને ટાઇમિંગ જૂઓ
Last Updated : Sep 24, 2023, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details