ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિકેટ વર્લ્ડ કપની ચાલુ મેચ દરમિયાન મેદાન ઘૂસી જનાર વેન જોનસનના જામીન મંજૂર, પોલીસે રિમાન્ડ માંગ્યા નહીં ! - ગાંધીનગર કોર્ટ

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન મેદાનમાં ધસી જનાર આરોપી વેન જોનસનને ગાંધીનગર કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી ગાંધીનગર કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.

પોલીસે રિમાન્ડ માંગ્યા નહીં !
પોલીસે રિમાન્ડ માંગ્યા નહીં !

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 8:13 PM IST

વેન જોનસનના જામીન મંજૂર

ગાંધીનગર :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત તોડીને મેદાનમાં ઘૂસી જનાર શખ્સને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. બાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ શખ્સની પૂછપરછ તથા તપાસ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસનને ગાંધીનગર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માગવામાં આવ્યા હતા. ત્યારે આજે કોર્ટે આ શખ્સને દંડ ફટકારી જામીન આપ્યા છે.

આરોપી વેન જોનસન :19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ યોજાઈ હતી. મેચ શરૂ થયાના ગણતરીના કલાકની અંદર જ એટલે કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઓસ્ટ્રેલિયાનો એક નાગરિક તમામ સુરક્ષા બંદોબસ્ત તોડીને મેદાનની અંદર વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા આ શખ્સને પકડીને અટક કરવામાં આવી હતી. મોડી રાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક વેન જોનસન વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.

ચાંદખેડા પોલીસમાં ગુનો નોંધાયો :વેન જોનસન વિરુદ્ધ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલુ હતી તે દરમિયાન મેદાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા અને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને પ્રવેશ કરવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા ફક્ત 21 નવેમ્બર 2023 ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપીના જામીન મંજુર :આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી સાંજે 4:30 ની આસપાસ આરોપી વેન જોન્સનને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી નહોતી. ત્યારે ગાંધીનગર કોર્ટ દ્વારા 10,000 રૂપિયા રોકડા ભરીને આરોપીને જામીન આપવામાં આવી હતી.

આરોપીનો પાસપોર્ટ ક્યાં ?વિશ્વ કપની ફાઇનલ મેચમાં ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ્યા બાદ વિરાટ કોહલી સુધી પહોંચનાર વેન જોનસનની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર કોર્ટ દ્વારા આરોપી વેન જોનસનને 10,000 રૂપિયા રોકડા કોર્ટમાં ભરીને જામીન મંજૂર કરવામાં આવી છે. પરંતુ તે હજુ પણ ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં, કારણ કે વેન જોન્સનનો પાસપોર્ટ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. આ બાબતે આરોપીએ પોતે જ અરજી કરીને પાસપોર્ટ મેળવવાનો રહેશે.

આરોપીના વકીલનું નિવેદન : વેન જોનસનના વકીલ વી. એસ. વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શક્તિ જામીન પ્રાપ્ત થયા છે. જે મુજબ આરોપીએ પોતાના પરમેનેન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર આપવાનો રહેશે. સાથે જ કોઈપણ જગ્યાએ જઈ શકશે નહીં અને પાસપોર્ટ અત્યારે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે પાસપોર્ટ માટે પણ પોતાને કાર્યવાહી કરવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ શકશે કે નહીં તે હવે પાસપોર્ટ મેળવવા ઉપર આધારિત રાખવામાં આવ્યું છે.

  1. વર્લ્ડ કપ ફાઇનલમાં મેદાન પર વિરાટને ભેટવા દોડેલો ઓસ્ટ્રેલિયન યુવક ગાંધીનગર કોર્ટમાં રજૂ થશે, ક્રાઇમ બ્રાંચની તપાસ શરુ
  2. ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનશન વિરાટ કોહલી સુધી પહોંચ્યો અને ટીમ ઈન્ડિયાનું કોન્સન્ટ્રેશન તૂટ્યું, ગાંધીનગર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

ABOUT THE AUTHOR

...view details