ગુજરાત

gujarat

ETV Bharat / state

Animal Vaccine: પશુપાલકો આનંદો, પશુઓમાં થતા ગળસૂંઢા રોગની ગુજરાતમાં બનાવાઈ રસી - vaccine was developed for an animal

ગાંધીનગર ખાતે પશુપાલન પ્રધાન રાઘવજી પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુ જૈવિક સંસ્થા દ્વારા ગળસૂંઢાની રસીની પ્રથમ બેચમાં કુલ 2,79,000 ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેને પશુપાલકોમાં મફત વિતરણ કરાશે.

ગુજરાતમાં પશુઓની રસીનું ઉત્પાદન
ગુજરાતમાં પશુઓની રસીનું ઉત્પાદન

By

Published : Jun 22, 2023, 6:11 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં લાખોની સંખ્યામાં દુધાળા પશુ છે. આ તમામ પશુઓની કાળજી રાખવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર અથવા તો બહારથી દવા માટે નિર્ભર રહેવું પડતું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે આધુનિક પદ્ધતિથી પશુઓની વેક્સિન વિકસાવવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે આજે ગઢસુંઢા પશુરોગ સામે રક્ષણ આપતી રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કર્યું હતું.

ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ: પશુપાલનપ્રધાન રાઘવજી પટેલેના પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુપાલન ખાતા હેઠળની ગાંધીનગર સ્થિત પશુ જૈવિક સંસ્થા એ પશુઓમાં થતા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટે રસી ઉત્પાદન કરતી રાજ્યની એકમાત્ર સંસ્થા છે. રાજ્યના પશુઓને સુરક્ષિત કરવા રસી ક્ષેત્રે હવે ગુજરાત સ્વનિર્ભર બન્યું છે. પશુ જૈવિક સંસ્થા દ્વારા ગળસૂંઢાની રસીની પ્રથમ બેચમાં કુલ 2,79,000 ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

જીવલેણ રોગ સામે રક્ષણ: પશુઓને થતા ગળસૂંઢા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુઓને થતા રોગના નિયંત્રણ અને અટકાવ માટે પશુઓમાં વિનામૂલ્યે રસીકરણની સેવા પૂરી પાડવી એ રાજ્ય સરકારની હરહંમેશ પ્રાથમિકતા રહી છે. એટલા માટે જ ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી પશુ રોગ માટે રસીનું નિર્માણ કરી રહ્યું હતું. પરંતુ વર્ષ 2015માં જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો લાગુ થતા વર્ષ 2016થી રસીનું ઉત્પાદન બંધ કારાયું હતું.

પ્રથમ તબક્કામાં ગળસૂંઢાની રસીનું ઉત્પાદન શરૂ:જી.એમ.પી.ના ધોરણે પશુ જૈવિક સંસ્થાના આધુનિકરણની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે આ સંસ્થા ખાતે ફરી એકવાર રસીનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. ઉત્પાદન શરુ થતા પ્રથમ તબક્કામાં ગળસૂંઢાની રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ગળસૂંઢા ઉપરાંત ગાંઠીયો તાવ, આંત્રવિષ જવર સામેની રસી તેમજ સાલ્મોનેલ્લા પુલોરમ એન્ટીજનનું પણ ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બીજા તબક્કા હેઠળ શીપ પોક્સ, રાનીખેત ડીસીસ અને ફાઉલ પોક્સ જેવા વાયરલ રોગ સામેની રસીનું પણ પશુ જૈવિક સંસ્થા ખાતે ઉત્પાદન કરવામાં આવશે.

રસી ઉત્પાદનમાં ગુજરાત ત્રીજું રાજ્ય: પશુ જૈવિક સંસ્થા-ગાંધીનગરનું આધુનિકરણ થતા મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ ગુજરાત દેશનું ત્રીજું એવું રાજ્ય બન્યું છે, જ્યાં રાજ્ય સરકાર હસ્તક જી.એમ.પી. ધારાધોરણો મુજબનું રસી ઉત્પાદન કેન્દ્ર હોય. રાજ્યમાં પશુ રોગની રસી ઉત્પાદન શરુ થતા હવે ગુજરાત આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બન્યું હોવાનું નિવેદન રાઘવજી પટેલે આપ્યું હતું.

  1. Junagadh news: એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દુધાળા પશુઓની ખંજવાળ દૂર કરવા મશીનો લગાવાયા
  2. બનાસ ડેરીના પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા મળી 20 કરોડની સહાય

ABOUT THE AUTHOR

...view details