ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં 51 સેન્ટરો પરથી 7000 વેપારીઓને આજે વેક્સિનથી સુરક્ષિત કરાશે - ગુજરાત સમાચાર

31 જુલાઈ પહેલા તમામ વેપારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા માટે સરકાર તરફથી હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે રવિવાર અંતિમ દિવસ હોવાથી સ્પેશિયલ કેમ્પનું આયોજન ગુજરાતના 1,800 જેટલા સેન્ટરો પરથી કરવામાં આવ્યું છે. જેના પગલે ગાંધીનગર જિલ્લાના 51 કેન્દ્ર પરથી રવિવારે વેક્સિન કેમ્પ યોજવામાં આવ્યો હતો. અંદાજિત 7,000 વેપારીઓને જિલ્લામાં વેક્સિનથી સુરક્ષિત કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં 51 સેન્ટરો પરથી 7000 વેપારીઓને આજે વેક્સિનથી સુરક્ષિત કરાશે
ગાંધીનગર જિલ્લામાં 51 સેન્ટરો પરથી 7000 વેપારીઓને આજે વેક્સિનથી સુરક્ષિત કરાશે

By

Published : Jul 25, 2021, 2:35 PM IST

  • ગાંધીનગર જિલ્લામાં 5,000 વેપારીઓએ વેક્સિન અપાશે
  • કોર્પોરેશન વિસ્તારના સેન્ટરો પર કુલ 2,800 ડોઝ અપાયા
  • વેપારીઓએ 31 જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજીયાત

ગાંધીનગર:કોરોનાની સંભવીત ત્રીજી લહેર પહેલા વેક્સિનેશન વધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. તેમાં પણ નાના વેપારીઓ, હોકર્સ, શાકભાજીના વેપારીઓએ વેક્સિન લઈ સુરક્ષિત થવું જરૂરી છે, ત્યારે સરકાર દ્વારા 31 જુલાઇ અંતિમ દિવસ પહેલા વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત લેવા માટે કહેવામાં આવ્યું છે. જે હેતુથી રાજ્યમાં વેક્સિન કેમ્પની વ્યવસ્થા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગાંધીનગરમાં પણ સવારથી જ વેપારીઓ વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં 51 સેન્ટરો પરથી 7000 વેપારીઓને આજે વેક્સિનથી સુરક્ષિત કરાશે

આ પણ વાંચો: મન કી બાત દ્વારા યુવાઓના મનને જાણવાની તક મળે છે : વડાપ્રધાન મોદી

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના 11 સેન્ટરો પરથી 2000 વેપારીઓને વેક્સિન અપાશે

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન વિસ્તારમાં 11 સેન્ટરો છે. જેમાં સેક્ટર 21, સેક્ટર 24, સેક્ટર 29, સેક્ટર 8, પેથાપુર, વાવોલ, સરગાસણ, કુડાસણ, ઝુંડાલ, સિવિલ હોસ્પિટલ, સેક્ટર 7 જેવા વેક્સિન સેન્ટર ચાલું રખાયા હતા. આ સેન્ટરો પર કુલ 2800 વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 2,000 જેટલા વેપારીઓને વેક્સિન અપાશે. જ્યારે બાકીના 800 ડોઝ અન્ય શહેરીજનોને આજના દિવસે આપવામાં આવશે. કેમ કે, એક સેન્ટર પરથી વેપારીઓ સિવાયના અન્ય 50 જેટલા શહેરીજનોને વેક્સિન આપવાનું નક્કી કરાયું છે.

જિલ્લાના 40 જેટલા સેન્ટરો પરથી 5,000 જેટલા વેપારીઓ આજે વેક્સિન લેશે

જિલ્લામાં છેલ્લા આઠથી દસ દિવસમાં કોરોના ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. દહેગામ અને ગાંધીનગરમાં પહેલાની સરખામણીએ બીજી લહેર શાંત પડ્યા બાદ કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વેપારીઓએ બંને ડોઝ લેવા જરૂરી છે, જે હેતુથી જિલ્લામાં 40 જેટલા સેન્ટરો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 5,000 જેટલા વેપારીઓને વેક્સિન આપવામાં આવશે. તાલુકા લેવલે સેન્ટરો ઉપરાંત પીએચસી સેન્ટર પરથી વેક્સિન આપવાનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details