ગુજરાત

gujarat

ETV Bharat / state

વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી - Corona vaccine

સમગ્ર દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે, ત્યારે તેને અટકાવવા માટે સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. જ્યારે શુક્રવારના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મહા વેસક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરાવમાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં કુલ રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ વેક્સિન લીધી હતી.

વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી
વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી

By

Published : Sep 18, 2021, 6:50 AM IST

Updated : Sep 18, 2021, 9:58 AM IST

  • વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે રાજ્યના આરોગ્ય વિભાગ એક્શનમાં
  • એક જ દિવસમાં આપાઇ 22.15 લાખ રસીના ડોઝ
  • રાજ્યભરમાં યોજાઈ વેક્સિન મેગા ડ્રાઇવ

ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બર જન્મદિન નિમિત્તે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. કોરોનાથી બચવા માટે વેક્સિન ખૂબ જ મહત્વની છે. ત્યારે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં વેક્સિન મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વેક્સિન મેગા ડ્રાઇવનું શુભારંભ કર્યો હતો.

આ પણ વાંચો:સુરતમાં રાત્રીના 12 વાગ્યાથી વેક્સિનેશન મહા અભિયાન શરુ, 414 સેન્ટર પર અપાઈ રહી છે વેક્સિન

રાત્રિના 10 વાગ્યા સુધી 22.15 લાખ નાગરિકોને અપાઈ વેક્સિન

રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે, આમ રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ હતી. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્યપ્રધાન રૂષિકેશ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

વેક્સિનેશન મેગા ડ્રાઈવઃ રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 22.50 લાખ લોકોએ મેળવી રસી

જૂઓ ક્યાં જિલ્લા અને કોર્પોરેશનમાં કેટલી વેક્સિન અપાઈ

  • અમદાવાદ- 81,543
  • અમદાવાદ- કોર્પોરેશન 1,50,096
  • અમરેલી- 45,429
  • આણંદ- 72,127
  • અરવલ્લી- 42,341
  • બનાસકાંઠા- 81,045
  • ભરૂચ- 53,086
  • ભાવનગર- 68,935
  • ભાવનગર- કોર્પોરેશન 16,189
  • બોટાદ- 26,739
  • છોટાઉદેપુર- 36,053
  • દાહોદ- 74,713
  • ડાંગ- 8565
  • દેવભૂમિ દ્વારકા- 10,879
  • ગાંધીનગર- 45,416
  • ગાંધીનગર કોર્પોરેશન-10,879
  • ગીર સોમનાથ-39,358
  • જામનગર-28,256
  • જામનગર કોર્પોરેશન -11,616
  • જૂનાગઢ- 57393
  • જૂનાગઢ કોર્પોરેશન-13,147
  • ખેડા-77,008
  • કચ્છ- 56,974
  • મહીસાગર- 49,607
  • મહેસાણા- 81,084
  • મોરબી- 38,039
  • નર્મદા- 23,905
  • નવસારી-71,589
  • પંચમહાલ-60,527
  • પાટણ- 38,617
  • પોરબંદર- 22,673
  • રાજકોટ- 61,193
  • રાજકોટ કોર્પોરેશન- 44,636
  • સાબરકાંઠા -73,016
  • સુરત -74,700
  • સુરત કોર્પોરેશન- 2,02,421
  • સુરેન્દ્રનગર- 44,610
  • તાપી -25,713
  • બરોડા -61,040
  • બરોડા કોર્પોરેશન -61,946
  • વલસાડ -59,575

આ પણ વાંચો: વાપી- ઉમરગામમાં મોદીના જન્મ દિવસ નિમિત્તે કેક કટિંગ, વેક્સિનેશન ડ્રાઈવ, અનાથ બાળકોને આર્થિક સહાય સહિતના કાર્યક્રમોનું આયોજન

સૌથી વધુ સુરતમાં વેક્સિન અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન મહાઅભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સવારના ૧૦ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનું સમગ્ર રાજ્યમાં નાગરિકોને દક્ષિણ આપવાની સુવિધા કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન માં સૌથી વધુ વ્યક્તિને આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશન વિસ્તારમાં 2,02,421 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે જ્યારે સૌથી ઓછી વેકસીન ડાંગ જિલ્લામાં 8565 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે.

Last Updated : Sep 18, 2021, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details