ગાંધીનગર : વિધાનસભા ગૃહ આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યની આરટીઓમાં કેટલી જગ્યા ભરવામાં આવી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે. તે અંગેની વિગતો કોંગ્રેસ પક્ષ સરકાર પાસે માગી હતી. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં RTO કચેરીમાં કુલ 1,222 જગ્યાઓ પર આવેલી છે. તેની સામે 726 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજ્યમાં કોઇ ૩૫ ટકા કરતાં વધુ જગ્યાઓ RTOમાં ખાલી હોવાની વિગત વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવી હતી.
રાજ્યની RTOમાં 35 ટકા જગ્યાઓ ખાલી, વિધાનસભામાં સરકારનો ખુલાસો - Assembly
રાજ્યમાં લાયસન્સ અને વાહનોની કામગીરી માટે RTOમાં જવું ફરજીયાત છે, પરંતુ દિવસેને દિવસે RTOમાં હવે ભીડ વધતી જઈ રહી છે. તેનું મુખ્ય અને મહત્વનું એક કારણ વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યની તમામ RTOમાં સ્ટાફની અછત હોવાના કારણે વધુ પડતી ભીડ જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં આજે સામે આવેલા આંકડા પ્રમાણે રાજ્યની તમામ RTOમાં કુલ 35 ટકા જેટલો સ્ટાફ ઓછો હોવાનું સામે આવ્યું છે.
ETV BHARAT
આમ, રાજ્યને નાગરિકોના નવા લાયસન્સ મેળવવા લાયસન્સ રીન્યુ કરાવવા વાહનોના પાર્સીંગ કરવા માટે નીચે લાંબી લાઇનો લાગે છે. જેને મહિનાઓ સુધીનો સમય આપવામાં આવે છે, ત્યારે ક્યાંકને ક્યાંક ઓછો સ્ટાફ આરટીઓમાં હોવાના કારણે જ આ સમગ્ર માહોલ સર્જાતો હોય તેઓ આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
Last Updated : Mar 4, 2020, 4:10 PM IST