આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્લટફોર્મ ગુજરાતના વિદ્યાર્થીઓને પુરુ પાડવામાં આવશે. નાના દેશ સાથે મોટા દેશનું જોડાણ કરીને આપણા વિદ્યાર્થીઓ હરીફાઇ કરી શકશે. ઉઝબેકિસ્તાનના ડેલિગેશને ગુજરાતની મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે ગુજરાતમાં આવેલી સાયન્સ સીટીના વખાણ કર્યા હતા. ઉઝબેકિસ્તાન વિકાસ થઇ રહ્યો છે. 60 ટકા લોકો યુવાનો છે. કેપિટલ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. સારા શિક્ષણ માટે અમે ગુજરાતની યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
ઉઝબેકિસ્તાને શિક્ષણ-ખેતી અને ઉદ્યોગમાં રસ દાખવ્યો, શિક્ષણ ક્ષેત્રે MOU કરાયા - શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ
ગાંધીનગર: ગાંધીનગર ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટી ખાતે ઉઝબેકિસ્તાનનું હાઇ લેવલનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. આ ડેલિગેશન દ્વારા ગુજરાતની સાઇન્સ સીટી, EDI, PDPU, GFSUની મુલાકાત લીધી હતી. આઇ ક્રિએટ જેમાં ઇનોવેશન રિસર્ચ સ્ટાર્ટપમાં MOU પણ કરવામાં આવ્યા હતા. સ્ટેક હોલ્ડમાં મુલાકાત લીધી હતી. આ ડેલીગેશનને ગુજરાતની તમામ યૂનિવર્સિટીમાં રસ દાખવ્યો છે. તેમને મુખ્ય પ્રધાન સાથે પણ રાત્રેં મુલાકાત કરી હતી. ઉઝબેકિસ્તાનના બે ડેલિગેશન હતા. એકમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને બીજા ડેલિગેશન સાથે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ જોડાયા હતા.
ઉઝબેકિસ્તાને શિક્ષણ ખેતી અને ઉદ્યોગમા રસ દાખવ્યો
મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યારે ગુજરાતનું એક ડેલિગેશન પણ ગયું હતું. એટલે ત્યાંની સરકારે શિક્ષણ, ખેતી અને ઉદ્યોગમાં MOU કરીને જોડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. માટે ત્યાંના પ્રધાન ઇનોવેશન ઇબ્રોહીમ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા.