ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ હંમેશા દૂધમાં લીંબુ નાખવાનું કામ કરે છે, UPના નાયબ મુખ્યપ્રધાને કહ્યું! - Gujarat Assembly Election 2022

વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્તરપ્રદેશ નાયબ મુખ્યપ્રધાન (Keshav Prasad Maurya visit Gujarat) ગુજરાતની પ્રવાસે હતા. ઉત્તરપ્રદેશ નાયબ મુખ્યપ્રધાને બાપુનગરમાં ભાજપનો પ્રચાર કરીને કોંગ્રેસ AAP પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દૂધમાં લીંબુ નાખે છે તેવું ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું. (Gujarat Assembly Election 2022)

કોંગ્રેસ હંમેશા દૂધમાં લીંબુ નાખવાનું કામ કરે છે, UPના નાયબ મુખ્યપ્રધાને કહ્યું!
કોંગ્રેસ હંમેશા દૂધમાં લીંબુ નાખવાનું કામ કરે છે, UPના નાયબ મુખ્યપ્રધાને કહ્યું!

By

Published : Nov 14, 2022, 4:17 PM IST

ગાંધીનગર :રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હી અને અન્ય રાજ્યના દિગ્ગજ નેતાઓ ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટેની મહત્વની જવાબદારી સોંપવામાં (Bapunagar Keshav Prasad Maurya) આવી છે. જેને લઈને આજે ઉત્તરપ્રદેશના કેશવ પ્રસાદ મૌર્ય બાપુનગર બેઠક પર પ્રચાર પ્રસાર કર્યો હતો. (Keshav Prasad Maurya visit Gujarat)

કેશવ પ્રસાદ મૌર્ય બાપુનગરમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ AAP પર કર્યા પ્રહાર

કોંગ્રેસ દૂધમાં લીંબુ નાખે છેઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ મોટી લીડથી વિજય મેળવશે. મૌર્યએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસ હંમેશા દૂધમાં લીંબુ નાખવાનું કામ કરે છે. દૂધને ખરાબ કરવાનું કામ કરે છે, જ્યારે ભાજપ હંમેશા દૂધમાં ચા નાખીને દૂધનો સ્વાદ વધારે છે. આમ આવી જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ થવાની છે, જ્યારે આમ આદમી પાર્ટી એક પણ બેઠક પર જીત મેળવશે નહીં અને ભાજપ 150 જેટલી બેઠકો પર વિજય થશે. (Bapunagar Keshav Prasad Maurya)

ભાજપમાં સંતોષ નથી : કેશવ પ્રસાદ મૌર્યભાજપમાં અત્યારે ટિકિટને લઈને ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે ETV Bharatના પ્રશ્નના જવાબમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પ્રશ્નો અસંતોષ જોવા મળતો નથી. જ્યારે અનેક લોકોએ ટિકિટની માંગણીઓ કરી હતી. પણ ફક્ત એક વિધાનસભા બેઠક પર એક જ વ્યક્તિને ટિકિટ પ્રાપ્ત થાય છે, જ્યારે જે લોકોને ટિકીટ નથી આપવામાં આવી તેવા નેતાઓના સમર્થકો નારાજ થયા છે. તેઓને માનવવાના તમામ પ્રયત્નો ભાજપ પક્ષ તરફથી થઈ રહ્યા હોવાનું નિવેદન પણ કેશવ પ્રસાદ મૌર્યે આપ્યું હતું. (UP Deputy CM Gujarat visit)

હિન્દી બેઠક પર પ્રચારઅમદાવાદની બાપુનગર (Bapunagar seat) બેઠકની વાત કરવામાં આવે તો અનેક સમાજના લોકો અહીંયા વસવાટ કરે છે. બાપુનગર વિધાનસભા બેઠક ગુજરાતની એક માત્ર હિન્દી ભાષી વિધાનસભા બેઠક છે. જેમાં મૂળ ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનના લોકો વસવાટ કરી રહ્યા છે. એ ઉપરાંત મુસ્લિમ સમાજના અનેક લોકો ઉત્તરપ્રદેશથી આવીને બાપુનગર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જેથી ભાજપ પક્ષે આજે હિન્દી બેલ્ટના ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને બાપુનગર વિધાનસભામાં પ્રચાર પ્રસારની જવાબદારી સોંપી હતી. (Keshav Prasad Maurya campaign in Bapunagar)

હિન્દી ભાષીની જેમ રહે છે પરિવાર કેશવ પ્રસાદ મૌર્યે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિસ્તારમાં હિન્દી ભાષીઓ રહે છે. ગુજરાતમાં રોજી રોટી તેમને પ્રાપ્ત થઈ રહી છે. એટલે તેઓ હવે ગુજરાતમાં અન્ય લોકો સાથે પરિવારની જેમ જ રહે છે, જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર હિન્દી ભાષી ગુજરાત ભાજપ સાથે જ છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details