ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉન્નાવ રેપ કેસ : ગાંધીનગર FSLમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાયા - #gandhinagar

ગાંધીનગર : ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં અકસ્માત સર્જાયો હતો. જે મામલે CBIની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી હતી. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં ડ્રાઈવર આશિષ પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસ બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ ,ફિંગર પ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું હતુ. મેડિકલ અને સાયકોલોજિ ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ વધું નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

etv bharat gandhinagar

By

Published : Aug 13, 2019, 2:18 AM IST

Updated : Aug 13, 2019, 1:04 PM IST


FSLના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે.આ તમામ ટેસ્ટ કરવા માટે FSLખાતે CBI આરોપીઓને લઈ પહોંચી હતી. હાલ બંને આરોપીઓ CBIની કસ્ટડીમાં છે. ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલી CBI અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. CBI હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી હતી.

ઉન્નાવ બળાત્કાર કેસ : ગાંધીનગર FSLમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાયા

ગાંધીનગર સિવિલમાં બન્ને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે FSLની પ્રક્રિયા પુર્ણ થયા બાદ લાવવામાં આવ્યા હતાં. બે દિવસની FSLની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોપીઓનું પ્રાથમિક ધોરણનું ચેકઅપ કરાયા બાદ સીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશન કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હજુ ત્રણ દિવસ ચાલશે. ગાંધીનગર FSLમા આરોપીઓને CBI તપાસ માટે લાવી છે. જેની સાથે લખનૌ પોલીસના 2 DYSPઅને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે આવ્યાં છે.

Last Updated : Aug 13, 2019, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details