ગાંધીનગર: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ લોકસભાના સાંસદો દ્વારા પોતાના લોકસભા વિસ્તારમાં કરોડોના નવા કામો અને નવા ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે ત્રિદિવસીય પ્રવાસે આવ્યા છે. જેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1500 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
7 કાર્યક્રમોનું કરાયું આયોજન:ગાંધીનગર લોકસભામાં ભાજપ પક્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમ બાબતની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં કુલ સાત જેટલા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બરે સવારે 9:45 કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. બપોરે અઢી વાગ્યા સુધી અલગ અલગ જગ્યાએ ગાંધીનગર લોકસભામાં સાત જેટલા કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. આમ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, જગતપુર, ત્રાગડ અને ગાંધીનગર જિલ્લામાં આવેલ પાલ ખાતે પણ નવા કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
કાર્યક્રમની વિગતો:
- સરખેજ વોર્ડના સરખેજ ખાતે ઓકાફ તળાવના નવીકરણ કાર્યનું ખાતમુહૂર્ત
- થલતેજ વોર્ડના ભાડજ ગામ તળાવના નવી કરણનું ખાતમુહૂર્ત
- ગોતા વોર્ડના ઓગણજ ગામ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત
- ચાંદલોડિયા વોર્ડના જગતપુર ગામ તળાવના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત
- જન ભાગીદારી હેઠળ ચાંદલોડિયા વોટના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ
5500 કરોડના કામો પાઈપલાઈનમાં-અમિત શાહ:20 મે 2023ના રોજ ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન ના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓના મહિનાઓ ગણાઈ રહ્યા છે. તમામ સાંસદ સભ્યો પોતાના લોકસભા વિસ્તારમાં ફરીથી ધીમે ધીમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહે નિવેદન કર્યું હતું કે સમગ્ર દેશમાં હું એક નસીબદાર સાંસદ છું કે મારા સંસદીય વિસ્તારમાં આવેલ 7 ધારાસભ્યો ખૂબ મજબૂત છે અને તેઓ સારું કામ કરી રહ્યા છે એટલે જ મને કોઈ ચિંતા નથી, મારી ટીમ મજબૂત છે, એટલે મારે કોઈ મહેનત કરવી પડતી નથી પણ જો જરૂર પડે તો મારા કાર્યલયમાં રજૂઆત કરી શકો છો. ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં 16,500 કરોડના કામોના લોકાર્પણ કર્યા છે. જ્યારે હજુ 5500 કરોડના કામો પાઈપલાઇનમાં હોવાની જાહેરાત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કરી હતી.
- MS Swaminathan Passed Away : મલ્લિકાર્જુન ખડગેએ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો
- Rahul Gandhi visited Furniture Market: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા કીર્તિનગર ફર્નીચર માર્કેટ, લોકોની ભીડ ઉમટી