ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં બહુચર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા - Bahuchar Mataji

માણસા કુળદેવી બહુચર માતાજી(Bahuchar Mataji)ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અને સહકાર પ્રધાન એવા અમિત શાહે તેમના કુળદેવી બહુચર માતાની નવા મંદિર પરિસરના ગોખમાં સ્થાપન કરી હતી. અમિત શાહ(Amit Shah) માણસા ખાતે પરિવાર સાથે સવારે 9.30 કલાકથી ઉપસ્થિત રહ્યા હતા.

દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં કુળદેવી બહુચર માતાજીની નવા મંદિરના પરિસરના ગોખમાં સ્થાપન કરી
દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં કુળદેવી બહુચર માતાજીની નવા મંદિરના પરિસરના ગોખમાં સ્થાપન કરી

By

Published : Oct 20, 2021, 2:20 PM IST

Updated : Oct 20, 2021, 6:49 PM IST

  • માણસા વતનમાં અમિત શાહ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા
  • વર્ષોથી શાહ પરિવારને તેમના કુળદેવી બહુચર માતામા અતૂટ આસ્થા છે
  • નવરાત્રિમાં દર વર્ષે અમિત શાહ અહીં માતાજીની પૂજા કરે છે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અમિત શાહ આજે માણસમાં કુળદેવી મંદિર(Kuladevi temple in man)ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે 9.30 કલાકથી હાજરી આપી હતી. જ્યા તેમને આવતાની સાથે જ બહુચર માતાજીના જુના મંદિર ખાતે પૂજા વિધિ હવન બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ(Pranapratishtha Mahotsav)માં ભાગ લીધો હતો. જો કે તેમના પરિવારના અન્ય સભ્યો જેવા કે તેમના પુત્ર જય શાહ તેમના પત્ની અને પુત્રવધુ સહિતના પરિવારજનો આગળના દિવસથી ઉપસ્થિત રહ્યા હતા.

નવા મંદિરમાં બહુચર માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

સવારે 10 વાગ્યા આસપાસના સમયમાં પૂજા વિધિ કરવામાં આવી હતી. પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ 12.39 કલાકે જુના મંદિરથી નવા મંદિર ખાતે બહુચર માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેશના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર તેમજ ગ્રામજનો સાથે મળી કુળદેવી બહુચર માતાની નવા મંદિર પરિસરના ગોખમાં સ્થાપન કરી હતી. વિધિસર રીતે માતાજીની પરિસરના ગોખમાં સ્થાપના કરવામાં આવી હતી.

દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં બહુચર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા

સાંજે 5 વાગ્યે હવન પુર્ણાહુતી કરવામાં આવશે. જેમાં અમિત શાહ હાજર રહેશે

માણસા કુળદેવી બહુચર માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ બપોરે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે હવન પુર્ણાહુતી કરવામાં આવશે. જેમાં અમિત શાહ સહિત શાહ પરિવારજનો હાજર રહેશે. જો કે સાંજે 7 વાગ્યા માણસા ખાતે બ્રહ્મ ચોર્યાસી થશે.

અમિત શાહના પરિવારજનોએ માતાજીના ચોકમાં ગરબે રમ્યા

અમિત શાહના પરિવારજનોએ માતાજીના આ પ્રસંગમાં બહુચર માતાજીના ચોકમાં ગરબે રમ્યા હતા. જેમાં અમિત શાહના પત્ની અને તેમના પુત્રવધુ પરિવારના અન્ય સભ્યો સાથે ગરબે રમ્યા હતા. ગાંધીનગર જિલ્લાનું માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ છે. વર્ષોથી શાહ પરિવારને તેમના કુળદેવી બહુચર માતામા અતૂટ આસ્થા છે. પ્રત્યેક નવરાત્રિના બીજા નોરતે તેઓ અચૂક કુળદેવીના દર્શન માટે માણસા આવે છે.

આ પણ વાંચોઃ મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ

આ પણ વાંચોઃ PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા

Last Updated : Oct 20, 2021, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details