ગાંધીનગર: ગુજરાત પર આવનારા સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીને પહોચી વળવા સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાઈ પાવર કમિટી સાથે સવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં નિસર્ગ વાવાઝોડાની સમીક્ષા કર્યા બાદ મોડી સાંજે દિલ્હીથી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકારની પૂર્ણ મદદ તથા સહયોગની ખાતરી આપી હતી.
ગુજરાત પર સંભવિત ‘નિસર્ગ’નું સંકટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM રૂપાણી વચ્ચે વીડિયો કોન્ફરન્સથી વાતચીત - Chief Minister
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત પર આવનારા સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની સજ્જતા અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી પુરતો સહકાર મળશે તેવી ખાતરી આપી હતી.
વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં નિસર્ગ નામના સંભવિત વાવાઝોડાની સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનમાં NDRF ટીમ SDRF ટીમ ગોઠવી દેવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોના, માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની તૈયારીઓથી અમિત શાહને માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના મૂકાબલા માટે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.