ગાંધીનગર : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 નું કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજૂ કર્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના બજેટને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ અને બ્રિજેશ મેરજાએ આવકાર્યું હતું. જ્યારે ગાંધીનગરના ગિફ્ટ સીટી (Budget for Gift City) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ કોર્સ (Finance Technical and Management Course) પણ શરૂ કરવામાં આવશે.
બજેટ અંગે રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલે શુ કહ્યું ??
કેન્દ્રીય બજેટ બાદ રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલએ (Jagdish Panchal on Budget) જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આવનારા 25 વર્ષની બ્લુ પ્રિન્ટ પણ જાહેર કરવામાં આવી છે. સૌથી વધુ ફોકસ ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન ગતિશક્તિ પ્લાન્ટ પર ફોકસ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ (Budget 2022 Industries) માટે સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ જે 12 ટકા હતો તે 7 ટકા લેવામાં આવશે જેથી સહકારી સંસ્થાઓને ફાયદો થશે. અત્યારે લેન્ડ રેકોર્ડ અને યુનિક આઈડી પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદીનું વિઝન ક્લિયર છે. અને આ વખતથી જ સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગો મશીનરીનું (Budget for Private Businesses) ઉત્પાદન કરી શકે તે રીતનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે.