ગુજરાત

gujarat

By

Published : Jul 19, 2019, 2:05 PM IST

ETV Bharat / state

રાજ્યના નાયબ મુખ્યપ્રધાનના વિભાગમાં જ 60થી વધુ મહેકમ ખાલી

ગાંધીનગર: વિઘાનસભા ગૃહમાં શુક્રવારે સરકારી નોકરી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. જ્યારે રાજ્ય સરકારે જ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો બેરોજગાર હોવાનું લેખિતમાં સામે આવ્યું છે, ત્યારે રાજ્ય સરકારે જાહેર કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે 16,500 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.

રાજ્યના અનેક વિભાગોમાં જગ્યા ખાલી,નાયબ મુખ્યપ્રધાનના વિભાગમાં જ 60થી વધુ મહેકમ ખાલી

રાજ્યમાં બેરોજગારીનો આંક વધી રહ્યો છે. સરકાર દ્વારા આ મુદ્દે રાજ્ય સરકારે લેખિતમાં 17 જુલાઈએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન જાહેર કર્યું હતું કે, રાજ્યમાં કુલ બેરોજગારોની સંખ્યા 4 લાખથી પણ વધારે નોંધવામાં આવી છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગરોની સંખ્યા 4 લાખ 2 હજાર 391 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગરો 22 હજાર 599 નોંધાયા છે. જયારે છેલ્લા 2 વર્ષેમાં આ બેરોજગરોમાંથી 5 હજાર 497ને સરકારી નોકરી મળી છે, પણ સામે રાજ્ય સરકારના અનેક વિભાગોમાં જગ્યા ખાલી હોવાનું વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન સામે આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન સામે આવ્યું હતું કે, ઉર્જા વિભાગ, સરકારી મેડિકલ કોલેજ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગમાં અધધ જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું. જયારે આરોગ્યપ્રધાન નિતીન પટેલના વિભાગમાં જ 60 ટકાથી વધુ મહેકમ ખાલી હોવાનું સામે આવ્યું છે. આમ મંજુર થયેલી 2849 મહેકમ પૈકી 1653 જગ્યા ખાલી જગ્યા સામે આવી છે. જ્યારે માત્ર 1196 આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.

કયા વિભાગમાં કેટલી જગ્યા ખાલી...


● આરોગ્ય મંત્રી નિતીન પટેલના વિભાગમાં જ 60 ટકાથી વધુ મહેકમ ખાલી
મંજુર થયેલી 2849 મહેકમ પૈકી 1653 જગ્યા ખાલી
માત્ર 1196 આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.



● રાજ્યમાં ઉર્જા વિભાગમાં પણ મંજુર મહેકમ કરતા ખાલી જગ્યાઓ
કુલ 52 ના મહેકમ સામે 23 જગ્યાઓ ખાલી હોવાનો સરકારનો જવાબ
ભરાયેલ 29 જગ્યાઓ પૈકીની 2 જગ્યાઓ કરાર આધારે છે જ્યારે 11 જગ્યાઓ ફિક્સ પગારથી ભરાયેલ છે.


● અમરેલી માર્ગ મકાન વિભાગમાં લગભગ જગ્યાઓ ખાલી
28 ના મંજુર મહેકમ સામે 24 જગ્યા ખાલી
માત્ર 4 અધિકારીઓથી ચાલે છે વિભાગ

● અમદાવાદ ની બી.જે. મેડિકલ કોલેજમાં જગ્યા ખાલી

અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 114 જગ્યાઓ ખાલી
વર્ગ એકની 48, વર્ગ બેની 12 અને વર્ગ ત્રણની 54 જગ્યાઓ ખાલી પડી છે.

રાજ્ય સરકારને ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા લાયકાત ધરાવતા ડોક્ટર મળ્યા નથી .


● રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં કુલ 227 જગ્યા ખાલી
રાજકોટની મેડિકલ કોલેજ માટે સરકારને લાયકાત ધરાવતા ડોક્ટર નથી મળતા
રાજકોટની મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 227 જગ્યાઓ ખાલી
વર્ગ એકની 80, વર્ગ બેની 40 અને વર્ગ ત્રણની 107 જગ્યા ખાલી
રાજ્ય સરકારને રાજકોટમાં પણ લાયકાત ધરાવતા ડોક્ટર ઉપલબ્ધ થશે ત્યારે ખાલી જગ્યા ભરાશે તેવો જવાબ આપ્યો છે.


● જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં પણ 172 જગ્યાઓ ખાલી
જામનગર મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 172 જગ્યાઓ ખાલી
વર્ગ એકની 49, વર્ગ બેની 60 અને વર્ગ ત્રણની 63 જગ્યાઓ ખાલી

એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે સરકારને લાયકાત ધરાવતા ડોક્ટર મળતા નથી.

● આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પણ અધધ જગ્યાઓ ખાલી
221ના મંજુર મહેકમ સામે 161 જગ્યા જ ભરેલી અને 60 જગ્યા ખાલી
161 જગ્યાઓ પૈકી 13 જગ્યા કરાર આધારિત જ્યારે 88 જગ્યા ફિક્સ પગારથી ભરવામાં આવી
88 ફિક્સ પગારની જગ્યા પૈકી 26 જગ્યા આઉટ સોર્સથી ભરી હોવાની સરકારની કબૂલાત.

આમ રાજ્ય સરકારના અનેક વિભાગોમાં ખાલી જગ્યાઓ પડી છે. જ્યારે સરકાર દ્વારા ખાલી જગ્યા ભરવાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details