ગાંધીનગરઃ શહેરમાં શિક્ષિત બેરોજગારો દ્વારા 6 જુલાઈના રોજ આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર શહેરને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઉમેદવારોને પોતાના વતનમાંથી જ પોલીસ દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. ત્યારે તેના બીજા જ દિવસે એટલે કે આજે મંગળવારના રોજ આ શિક્ષિત બેરોજગારો દ્વારા રોડ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
બેરોજગારોએ રોડ વચ્ચે સરકારનું બેસણું યોજયું, CM, DyCm, જીતુ વાઘાણીના મુખોટા પહેર્યા - દિનેશ બાંભણિયા
સરકારી ભરતી હાલમાં બંધ કરવામાં આવી છે, ત્યારે બેરોજગારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મંગળવારના રોજ વિધાનસભાની સામે આવેલા ચ રોડ ઉપર મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મુખોટા પહેરીને શિક્ષિત બેરોજગારો દ્વારા બેસણું યોજવામાં આવ્યું હતું.
બેરોજગારોએ રોડ વચ્ચે સરકારનું બેસણું યોજયું, CM, DyCm, જીતુ વાઘાણીના મુખોટા પહેર્યા
ગાંધીનગર શહેરમાં વિધાનસભાની સામે દિનેશ બાંભણિયા, યુવરાજસિંહ જાડેજા સહિતના યુવાનો દ્વારા ચ રોડ ઉપર સરકારનું બેસણું યોજ્યું હતું. યુવાનો દ્વારા બેરોજગારીને લઈને મોત સમાન હાલત થઈ ગઈ હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક કાર્યક્રમને લઈને પોલીસ અંધારામાં રહી હતી. પરંતુ ત્યાર બાદ એકાએક પોલીસના ધાડા ઉતરી ગયા હતા અને તમામ યુવાનોની અટકાયત કરી હતી.