ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MoU સંપન્ન - 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પહેલા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 6:20 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે. તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી MoU હસ્તાક્ષરની 13 શ્રુંખલાઓમાં 77 MoU સાથે રૂપિયા 35,000 કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે MoU હસ્તાક્ષરની 14મી શ્રુંખલામાં 23 MoU સાથે રૂપિયા ૧ લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી 100 MoU સાથે રૂપિયા 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
  • આટલી રોજગારીનું સર્જન થશે :
  1. પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂપિયા 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે.
  2. પાવર ક્ષેત્રમાં રૂપિયા 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન થશે.
  3. મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂપિય 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2,000 રોજગારનું સર્જન થશે.
  4. એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂપિયા 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન થશે.
  5. ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂપિયા 4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન થશે.
  6. શિક્ષણ ક્ષેત્રમાં રૂપિયા 3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8,200 રોજગારનું સર્જન થશે.
  7. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂપિયા 3500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1290 રોજગારનું સર્જન થશે.

આવનારા સમયમાં રોજગારીની તકો ઉદ્દભવશે : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ MoU અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2025 થી 2030 વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024

આ નેતાઓ હાજર રહ્યા હતા : MoU હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, એમ.કે.દાસ તેમજ વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
  1. રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ
  2. 24 કલાક બાદ ઠંડીનો પારો ગગડશે, જાણો આગામી પાંચ દિવસનું હવામાન...

ABOUT THE AUTHOR

...view details