ગુજરાત

gujarat

ETV Bharat / state

જાતિના ખોટા પ્રમાણપત્ર પર સરકારી નોકરી મેળવી હશે તેમના પર લટકતી તલવાર - સરકારી નોકરી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમા આદિજાતિના ફોટા પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરી તથા અન્ય સરકારી લાભ મેળવતા વ્યક્તિઓના માથે હવે લટકતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. આજે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરાત કરી હતી કે વિધાનસભામાં ગુજરાત સરકારે રજુ કરેલ વિધાયકમાં હવે ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવશે જેમાં અત્યાર સુધીમાં 200થી વધારે ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.

જાતિના ખોટા પ્રમાણપત્ર પર સરકારી નોકરી મેળવી હશે તેમના પર લટકતી તલવાર
જાતિના ખોટા પ્રમાણપત્ર પર સરકારી નોકરી મેળવી હશે તેમના પર લટકતી તલવાર

By

Published : Dec 30, 2019, 9:19 PM IST

સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 1955થી રાજ્યમાં અનેક ખોટા પ્રમાણપત્રો ઈસ્યુ થઈ ગયા છે, જેમાં આદિવાસીના હોય તેવા લોકોએ પણ જાતિનું પ્રમાણપત્ર મેળવીને અનેક લાભો સરકાર પાસેથી મેળવ્યા છે, જ્યારે અનેક લોકોએ સરકારી નોકરી પણ મેળવી છે, ત્યારે હવે રાજ્ય સરકારે વિધાનસભામાં પસાર કરેલા નવા નિયમ પ્રમાણે સમિતિ દ્વારા પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે અને જો ગેરલાયક ઠરશે તો તેઓની સરકારી નોકરી ઉપર પણ જોખમ ઊભું થશે. જ્યારે અત્યાર સુધીમાં 200થી વધારે પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આદિજાતિ વિકાસના ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક વર્ષોથી ખોટા પ્રમાણપત્રો થતા હોય ત્યારે અને રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી અને ત્યારબાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અને આદિજાતિ વિકાસના પ્રધાન ગણપત વસાવાએ વિધાનસભામાં સર્વ સંમતિથી બિલ પસાર કર્યું હતું.

જાતિના ખોટા પ્રમાણપત્ર પર સરકારી નોકરી મેળવી હશે તેમના પર લટકતી તલવાર
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમુક લોકોના પ્રમાણપત્ર રદ થવાના કારણે અનેક લોકો આંદોલન કરી રહ્યા છે. પરંતુ આંદોલન નિષ્ફળ જઈ રહ્યું છે, લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ખોડા પ્રમાણપત્ર રજૂ કર્યા હતા અને સમિતિ દ્વારા તપાસ કરતા તેઓના પ્રમાણપત્ર રદ કર્યા છે. એટલા જ માટે તેઓ સરકારનો અને નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે આગામી સમયમાં તમામ આદિવાસી જનજાતિ લોકોને સાચા પ્રમાણપત્રથી ફાયદો થશે ઉપરાંત જે લોકોએ અત્યાર સુધી સરકારી નોકરી મેળવી છે અને સરકારી લાભ મેળવે છે તેમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે તેવું પણ નિવેદન વસાવાએ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details