લોકસભાની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તમામ રેકોર્ડ તોડીને વિક્રમજનક 5,57,014 મતોની લીડ સાથે જીત્યા છે. ત્યારે અમિત શાહને કેબિનટમાં સ્થાન મળશે. મોટાભાગે તેમને ગૃહપ્રધાન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
મોદીના પ્રધાનમંડળમાં આ 2 ગુજરાતી સાંસદોને મળ્યું સ્થાન - cabinet
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે શપથ લેશે. તેમની સાથે પ્રધાનમંડળ પણ શપથ ગ્રહણ કરશે. આ પ્રધાનમંડળમાં ગુજરાતના કેટલાક સાંસદોને સ્થાન મળશે, તે અંગે આજે સવારથી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું નામ પ્રધાન મંડળમાં ફાઈનલ કરાયું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રીપિટ કરવામાં આવશે.
મનસુખ માંડવીયાનો ફરી એક વખત કેન્દ્રીય કેબિનેટમાં પ્રધાન તરીકે પસંદગી થતા તેમના નિવાસસ્થાને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા મનસુખ માંડવીયાના ઘરે જઈને તેમને પ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આમ, નવા પ્રધાનમંડળમાં ગુજરાતના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રીપિટ કરવામાં આવશે.
Last Updated : May 30, 2019, 2:11 PM IST