શિક્ષણ આપવું, સર્જનાત્મક અને લાઇવ વર્કશોપનું આયોજન કરવું અને ગુજરાતના ફોટોગ્રાફરોની કુશળતા વધારવા વિશે વધુ માહિતી મેળવવી. ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકોને નવી ટેક્નોલોજી અને નવા જ્ઞાનથી અવગત કરવાનો હતો. જેમાં દર વર્ષે આશરે 40થી 50 હજાર લોકો ફેરની મુલાકાત લેતા હોય છે. આ ફેરમાં જાણીતી કંપનીઓ પોતાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરતા હોય છે, પરિણામે રસ ઘરાવતા લોકો સુધી તે પહોંચી શકે.
મહાત્મા મંદિરમાં બે દિવસીય ફોટો ફેર યોજાયો, દસ હજાર કરતાં વધુ ફોટોગ્રાફરે ભાગ લીધો - gandhinagar news
ગાંધીનગરઃ ફોટોગ્રાફર્સ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (CGPTIA)એ સૌથી વિશ્વાસપાત્ર વેપાર મેળો હોવાને કારણે ફોટોગ્રાફરોને ઉત્પાદનો અને સેવાઓ પ્રત્યે જાગૃત કરવા, ઉદ્યોગના નવા જ્ઞાન સાથે તેને અપડેટ કરવા માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કેનન, નિકોન, ફુજિફિલ્મ, સોની, પેનાસોનિક અને અન્ય મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મહાત્મા મંદિર ખાતે યોજનાર છે.
CGPTIAના પ્રેસિડેન્ટ સુરેન્દ્ર શાહે કહ્યું કે, આ કાર્યક્રમ યોજવાનો અમારો મુખ્ય ઉદેશ હતો કે, ગુજરાતના લોકોને ગુજરાતમાં જ એક સારું પ્લેટફોર્મ મળી રહે. શરૂઆતમાં આવા ફોટોવીડિઓ ટ્રેડ ફેરનું આયોજન માત્ર જર્મનીમાં જ થતું હતું, જેથી કરીને માત્ર અમુક જ લોકો ત્યાં જઈને ભાગ લઇ શકતા હતા. સાથે જ ત્યાં જઈને પણ ભાષાના કારણે એક મર્યાદા હતી. ત્યાર પછી 20 વર્ષ પેહલા મુંબઈમાં ટ્રેડ ફેરની શરૂઆત થઇ હતી, પરંતુ ત્યાં પણ બધા જ રસ ધરાવતા લોકો પહોંચી શકતા ન હતા. એટલા માટે 2009માં ગુજરાતમાં આ ટ્રેડ ફેરનું આયોજન કરાતા 2 વર્ષમાં સારો પ્રતિસાદ મળતા અમે આજ સુધી આ ટ્રેડ ફેરનું આયોજન ચાલ્યું રાખ્યું છે.
આ આયોજનની આ 10મી આવૃત્તિ છે, જે માત્ર તેમાં ભાગ લેનાર લોકોના કારણે જ શક્ય બન્યું છે. અમારો પ્રયત્ન હંમેશા એ જ હોય છે. જે ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકોને અમે ઉપયોગી બની શકીયે. જે રકમ આ ફેરમાંથી મળે છે તેનો ઉપયોગ ભણતર અને ચેરિટીના કામમાં ઉપયોગ કરીએ છીએ. તેમજ જો કોઈ ફોટોગ્રાફર 50 વર્ષથી નીચેનો હોય અને તેની મૃત્યુ થાય તો તેના ઘરના લોકોને પણ અમે મળેલ રકમમાંથી મદદ કરીએ છીએ.