ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે 2.65 લાખના મોબાઈલ ચોરી કરનારા બે શખ્સ ઝડપી પાડ્યા - stealing Rs 2.65 lakh

લોકડાઉન દરમિયાન ચોરીના બનાવ ખૂબ જ ઓછી માત્રામાં બનવા પામ્યા છે, પરંતુ અનલોક-1 દરમિયાન કુડાસણ વિસ્તારમાં આવેલા સેફઝોન ઇલેક્ટ્રોનિક શો રૂમનું શટર તોડી 2.65 લાખના મોબાઈલની ચોરી કરી બે શખ્શ 10 દિવસ પહેલા પલાયન થઈ ગયા હતા. જે બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે શખ્સને આજે ગુરુવારે ઝડપી લીધા છે.

2.65 લાખના મોબાઈલ ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા
2.65 લાખના મોબાઈલ ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા

By

Published : Jun 11, 2020, 3:29 PM IST

ગાંધીનગર : મળતી માહિતી મુજબ ગત 31 મેની રાત્રે સરગાસણમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક શો રૂમનું શટર તોડી 2.65 લાખના 11 મોબાઇલની ચોરી કરી હતી. જેને લઇને શો રૂમના માલિક દ્વારા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે ચોરી કરનાર ચાર શખ્સોને ઝડપી લેવા માટે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

2.65 લાખના મોબાઈલ ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચની તપાસ દરમિયાન ભાવેશ દશરથ પંચાલ અને વૈભવ ઉર્ફે વિશાલ સંજય ડાભી ચોરીના મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા હતા. જેમાં બે શખ્સો પાસે વધુ મોબાઈલ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે વોચ ગોઠવીને બંને શખ્સો મોબાઇલ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરતા દસ દિવસ પહેલા સરગાસણમાં આવેલા ઇલેક્ટ્રોનિક શો રૂમમાંથી મોબાઇલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેના પગલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના મુખ્ય મુદ્દા

ABOUT THE AUTHOR

...view details