સત્ય પરેશાન થાય, પણ પરાજિત ન થાયઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવાના ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પર હાલ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. જે પછી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે, અને કહ્યું છે કે, સત્ય પરેશાન થાય, પણ પરાજિત કદાપી ન થાય, તે ન્યાયે સત્યમેવ જયતે કહીને તેમણે ટ્વીટ કર્યું હતું.
![સત્ય પરેશાન થાય, પણ પરાજિત ન થાયઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7207688-thumbnail-3x2-gf.jpg)
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ગાંધીનગર: શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે જ્યારે ચૂંટણી રદ કરી ત્યારે મેં રાજીનામાની ઓફર કરી હતી, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મને હૂંફ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો હું આ તકે આભાર માનું છું કે, મારામાં વિશ્વાસ મુકીને મને સુપ્રીમ કોર્ટ જવા કહ્યું હતું, અને રાજીનામુ નહીં આપવા જણાવ્યું હતું.
સત્ય પરેશાન થાય, પણ પરાજિત ન થાયઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
Last Updated : May 15, 2020, 2:36 PM IST