ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરના સ્થાપના દિવસે ભાજપ દ્વારા વૃક્ષારોપણ, દેશનું અગ્રીમ મહાનગર બને તેવી ગૃહ પ્રધાને પાઠવી શુભકામના - પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના પાટનગરનો આજે 56મો સ્થાપના દિવસ છે. તેની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પણ જન્મ દિવસ છે, ત્યારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા પાટનગર સ્થાપવામાં પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી, તે જીઈબી ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજયના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

gandhinagar
ગાંધીનગર

By

Published : Aug 2, 2020, 12:33 PM IST

ગાંધીનગર: શહેરના સ્થાપના દિવસની ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પરંતુ આ સ્થાપના દિવસની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો જન્મ દિવસ હોવાના કારણે મહાનગર ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સમયે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જોડાયા હતા અને તેમણે વૃક્ષારોપણ સહિતની કામગીરીને બિરદાવી હતી.

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આજે ગાંધીનગરમાં 18 જેટલા સ્થળોએ વન મહોત્સવના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ગાંધીનગર એક સમય માટે દેશમાં ગ્રીનસીટી હતું. ત્યારે આગામી સમયમાં દેશમાં અગ્રણી મહાનગર બને તેવી શુભકામનાઓ પાઠવું છું. આ સાથે તેમણે કહ્યું હતું કે, આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે તેમના સમયમાં થયેલા વિકાસકાર્યો લોક ઉપયોગી બન્યા છે.

પાટનગરના સ્થાપના દિવસે ભાજપ દ્વારા વૃક્ષારોપણ
ગાંધીનગરના સ્થાપના દિવસે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે મહા મંડળનો એક પણ સભ્ય પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી, તે જગ્યાએ જોવા મળ્યા ન હતા. જોકે, તેમના દ્વારા રાત્રિના સમયે દીવા પ્રગટાવીને ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details