રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે - પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થઈ ચૂકયું છે, ત્યારે સલામતીને લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકને અગવડ ન પડે તેને લઈને પ્રધાનોને પણ લક્ઝરી બસમાં લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે આજે 11:00 કલાકે પ્રધાનો નિવાસ સ્થાનથી રાજ્યના મંત્રી મંડળને લક્ઝરી બસમાં લઈ જવામાં આવ્યું હતું.
![રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6183464-thumbnail-3x2-bus.jpg)
ગાંધીનગર : રાજ્યના ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો આજે પહેલીવાર પ્રધાન બન્યા બાદ લક્ઝરી બસમાં મોટેરા સ્ટેડિયમમાં જઈ રહ્યા હતા. સામાન્ય રીતે સરકારી વાહન પ્રધાનોને આપવામાં આવે છે, પરંતુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. સવા લાખ કરતા વધુ લોકો મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત થવાના છે, ત્યારે પ્રધાનોને પણ લક્ઝરી બસમાં લઈ જવામાં આવ્યા હતા. આજે સવારથી પ્રધાનોને રાજ ભવન ખાતેથી અને ધારાસભ્યોને સદસ્ય નિવાસ ખાતેથી મોટેરા લઈ જવાયા હતા.