ગાંધીનગર : વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, કોવીડ-19 સંક્રમણની પરિસ્થિતિ અને તેના કારણે કોન્ટ્રાકટ કેરેજ બસના ઓપરેટરોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી સરકારે સામા પગલે 25 માર્ચ 2020ના ઠરાવથી કોન્ટ્રાકટ કેરેજ બસને નોન યુઝમાં મૂકવાની સરળ પધ્ધતિ નક્કી કરી હતી. આ પધ્ધતિ મુજબ પેસેન્જર બસ ઓપરેટરોને એડવાન્સ ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ એડવાન્સ ટેક્ષ ભરવાની મુક્તિ 31 મેં સુધી અમલમાં હતી.
રાજ્યમાં ખાનગી બસ બાબતે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જૂઓ અહેવાલ... - લોકડાઉન
રાજ્યમાં કોવિડ-19 મહામારીને કારણે રાજ્યમાં લોકડાઉન હતું, તે દરમિયાન રાજ્યમાં ખાનગી બસ માટે રાજ્ય સરકારે આજે મંગળવારે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય વાહન વ્યવહારપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, કોવિડ-19 સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને કોન્ટ્રાકટ કેરેજ બસને જુન 2020 સુધી નોન યુઝ માટે રજૂ કરવાની મુદ્દત તારીખ 09 જૂન સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તારીખ 25 જૂન 2020 સુધી લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ખાનગી બસો બાબતે રાજ્ય સરકાર કરી મહત્વની જાહેરાત જૂઓ અહેવાલ
લોકડાઉનના કારણે કોન્ટ્રાકટ કેરેજ બસનો વ્યવસાય થયો નથી. આથી કોન્ટ્રાકટ કેરેજ બસોનાં વેરા ભરવા તથા ટેક્ષ ભરવાની તારીખ લંબાવવા બાબતની રજૂઆત બસ ઓપરેટરો દ્વારા સીએમ વિજય રૂપાણી અને વાહન વ્યવહારપ્રધાન સમક્ષ કરવામાં આવી હતી. તેને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કરાયો છે.