ગાંધીનગર:લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા બદલીનો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ચાર સિનિયર આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા ચાર દિવસની અંદર કુલ સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે તે પૈકી વિજય નેહરાને દિલ્હી મોકલવામાં આવ્યા છે.
ક્યાં અધિકારીઓની બદલી કરાઈ:
ધનંજય દ્વિવેદી: જેઓ નર્મદા વોટરથી સોચ અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા તેઓને રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખની છે કે કોરોનાની બીજી વૈશ્વિક મહામારી દરમિયાન આરોગ્ય વિભાગનો ચાર્જ મનોજ અગ્રવાલ સંભાળી રહ્યા હતા પરંતુ 31 ઓક્ટોબર 2023ના રોજ તેઓ એ નિવૃત્ત થવાના કારણે આરોગ્ય ના સચિવ તરીકે ધનંજય દ્વિવેદીને જવાબદારી સોંપવામાં આવી છે.
સામિના હુસેન:આરોગ્ય કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓને નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હર્ષદકુમાર પટેલ: જેઓ યુદ્ધ સર્વિસ કલ્ચર એક્ટિવિટીના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને સામિના હુસેનની જગ્યાએ એટલે કે આરોગ્ય કમિશનર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.
આલોક કુમાર પાંડે: જેઓ રાહત કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓને યુદ્ધ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવિટીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વિજય નેહરા પહોંચ્યા દિલ્હી: કોરોના વૈશ્વિક મહામારીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મહત્વની ફરજ બજાવનાર વિજય નહેરા હાલમાં સાયન્સ & ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેઓને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દિલ્હી ખાતે સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા છે, આમ હવે વિજય નહેરા દિલ્હી ખાતે પાંચ વર્ષ અથવા તો જ્યાં સુધી બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી તેઓ દિલ્હીમાં ફરજ બજાવશે. જ્યારે વિજય નહેરા કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા હતા તે વિભાગનો ચાર્જ મોના ખંધારને આપવામાં આવ્યો છે.
- Ahmedabad PI PSI Transfer: અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલી, જાણો ક્યાં થઈ બદલી
- Govt Officers Transfers : લોકસભા ચૂંટણીને લઇ અધિકારીઓની બદલીઓ શરુ, 3 દિ'માં 461 અધિકારીઓની બદલી, DYSP બદલી હાલ નહીં